Home /News /national-international /

પાકિસ્તાનને જોરદાર ફટકો, આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપ્યો

પાકિસ્તાનને જોરદાર ફટકો, આતંકવાદના મુદ્દે UNSCમાં ચીને ભારતને સાથ આપ્યો

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પુલવામા હુમલાની નિંદા કરતો પ્રસ્તાવ પસાર થયો, જેમાં ચીને ભારતનું સમર્થન કર્યુ

UNSC પુલવામા હુમલાની નિંદા કરતા જે રિઝોલ્યૂશન પારિત કર્યુ છે, તેમાં પાકિસ્તાનનો સાથ છોડી અને ભારતનું સમર્થન કર્યુ છે.

    ન્યૂઝ 18 ગુજરાતી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમા UNSCએ પુલવામા હુમલાની ટીકા કરતા જે રિઝોલ્યૂશન પારિત કર્યુ છે, તેમા ચીને પાકિસ્તાનનું સમર્થન છોડી અને ભારતને સહકાર આપ્યો છે. આ રિઝોલ્યૂશનમાં જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ પણ હતો. ભારતે અત્યારસુધી જ્યારે પણ આંતરાષ્ટ્રીય મંચ પર જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ચીને વિરોધ દર્શાવ્યો હતો. ચીન સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા સમિતિના પાંચ સ્થાયી સભ્યોમાંનુ એક છે એટલે તેની પાસે વીટો પાવર છે.

    આ પણ વાંચો: J-K: સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ

    પુલવામા હુમલા બાદ આ મોટું પગલું છે. હકીકતમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદને પુલવામા હુમલાની નિંદા કરી છે, પરિષદે આ હુમલાને કાયરતાભર્યો અને જઘન્ય ગણાવ્યો છે. આ સાથે જ હુમલાના કાવતરાખોરો અને આયોજકો વિરુદ્ધ કાર્યવાહીની અપીલ કરાઈ છે. ખાસ વાત એ છે કે સુરક્ષા પરિષદે જે રિઝોલ્યૂશન પારિત કર્યુ છે તેમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો ઉલ્લેખ પણ છે. UNSCએ જણાવ્યું હતું કે હુમલા માટે દોષિત લોકોને ન્યાયના કઠેરામાં લાવવા અનિવાર્ય છે.

    આ પણ વાંચો: પાકિસ્તાનને સતાવી રહ્યો છે સર્જિકલ સ્ટ્રાઇકનો ડર LoC પાસેનાં ગામને કર્યા એલર્ટ

    અત્રે ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલા બાદ પાકિસ્તાન પર ચોમેરથી દબાણ વધી રહ્યુ છે. દુનિયાના તમામ શક્તિશાળી દેશોએ પુલવામા હુમલા અંગે પાકિસ્તાનની ટીકા કરી છે. ગુરૂવારે પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવાયા છે. પાકિસ્તાનની વેબસાઇટ 'ડૉન' મુજબ, પાકિસ્તાને આતંકી સંગઠન જમાત-ઉત-દાવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે ફલાહ-એ-ઇન્સાનિયત પર પણ બેન મૂક્યો છે.

    આ પણ વાંચો: LoC પર BSFનાં એક અધિકારીનો મળ્યો મૃતદેહ, શરીર પર બુલેટનાં નિશાન
    Published by:Jay Mishra
    First published:

    Tags: Pulwama Attack:china supports india in UNSC

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन