પુલવામા હુમલાને રામગોપાલ યાદવે ગણાવ્યું કાવતરું, કહ્યુ- સરકાર બદલાતા થશે તપાસ

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાદવ (ફાઇલ તસવીર)

રામગોપાલ યાદવે પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલાને કાવતરું કરાર કર્યું, તેઓએ કહ્યું કે વોટ માટે જવાનોને મારવામાં આવ્યા

 • Share this:
  ચૂંટણી માહોલની વજચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રામગોપાલ યાોદવે ખૂબ જ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. રામગોપાલ યાદવે પુલવામામાં સીઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલાને કાવતરું કરાર કર્યું છે. તેઓએ કહ્યું કે, વોટ માટે જવાનોને મારી દેવામાં આવ્યા. જ્યારે સરકાર બદલાશે ત્યારે આ પ્રકરણની તપાસ કરવામાં આવશે, ત્યારે મોટા-મોટા લોકો તેમાં ફસાશે.

  રામગોપાલ યાદવે ગુરુવારે સેફઈમાં હોળી સમારોહમાં બોલતાં કહ્યું કે, પૈરામિલિટ્રી ફોર્સ સરકારથી દુ:ખી છે. વોટ માટે જવાન મારવામાં આવ્યા. જમ્મુ-શ્રીનગરની વચ્ચે ચેકિંગ નહોતું કરવામાં આવ્યું. જવાનોને સાધારણ બસમાં મોકલવામાં આવ્યા, આ કાવતરું હતું. યાદવે વધુમાં જણાવ્યું કે, આ કાવતરા વિશે હાલમાં કંઈ કહેવા નથી માંગતો, જ્યારે સરકાર બદલાશે, આ મામલાની તપાસ થશે અને મોટા-મોટા લોકો ફસાશે.

  રામગોપાલ યાદવના આ વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, તેમનું નિવેદન ખરાબ રાજકારણનું મોટું ઉદાહરણ છે. તેમને સીઆરપીએફના જવાનોની શહાદત પર સવાલ ઊભા કરવા અને દેશના જવાનોનું મનોબળ તોડનારા નિવેદન માટે જનતા પાસેથી માફી માંગવી જોઈએ.

  ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ જમ્મુથી શ્રીનગર જઈ રહેલા સીઆરપીએફ જવાનોના કાફલા પ આતંકી હુમલો થયો હતો. વિસ્ફોટક ભરેલી એક કારે જવાનોના કાફલના વાહન સાથે ટક્કર મારી, જેમાં 40 જવાન શહીદ થયા હતા.

  આ પણ વાંચો, લોકસભા ચૂંટણી 2019: J&Kમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સ વચ્ચે 'મૈત્રીપૂર્ણ' ગઠબંધનનો સૂચિતાર્થ શું?
  Published by:Mrunal Bhojak
  First published: