નવી દિલ્હી : પુલવામાં હુમલા (Pulwama Attack)પછી પાકિસ્તાનની અંદર ઘુસીને સર્જિકલ સ્ટ્રાઇક (surgical strikes)કરનાર ભારતીય સેનાના શોર્યની ચર્ચા આખા દેશમાં થઇ રહી છે. જોકે તેના પર રાજનીતિ હજુ પણ થઇ રહી છે. આ વખતે તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રેશેખર રાવે (telangana cm k chandrashekar)સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે આ મુદ્દે રાહુલ ગાંધીનું (rahul gandhi)સમર્થન કરતા કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ સાબિતી માંગી તે ખોટું નથી. બીજેપીએ કેસીઆરના નિવેદનની ટિકા કરી છે. બીજેપીએ કહ્યું કે કેસીઆરનું નિવેદન શહીદોનું અપમાન છે.
કે ચંદ્રશેખર રાવે કહ્યું કે રાહુલ ગાંધીએ જે સાબિતી માંગી છે તે ખોટી નથી. બીજેપી હંમેશા ખોટો પ્રચાર કરે છે. તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે હું પૂછી રહ્યો છું કે સર્જિકલ સ્ટ્રાઇકમાં સાબિતી ક્યાં છે. રાહુલ ગાંધીએ જે કાંઇ પૂછ્યું છે તેમાં કશું પણ ખોટું નથી. હું પણ ભારત સરકારને આ જ પૂછી રહ્યો છું. તેમણે પત્રકારોને કહ્યું કે તમે કેન્દ્ર સુધી મારી વાત પહોંચાડી દો.
બીજેપી આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કેસીઆરના નિવેદન પર ટિકા કરતા કહ્યું કે આજે જ્યારે આપણે પુલાવામાના પરાક્રમને મનાવી રહ્યા છીએ ત્યારે કેસીઆરનું નિવેદન શહીદોનું અપમાન છે. આખા દુનિયા જાણે છે કે કેવી રીતે પાકિસ્તાનની અંદર ઘુસીને ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે સર્જિકલ સ્ટ્રાઇક પર સાબિતી માંગવામાં ખોટું શું છે. જ્યારે સરકાર કહી રહી છે કે અમારી પાસે વીડિયો છે તો તે દેખાડવામાં સમસ્યા શું છે.
" isDesktop="true" id="1179291" >
12 દિવસોની અંદર ભારતે લીધો હતો બદલો
આજે દેશભરમાં પુલવામાં હુમલામાં માર્યા ગયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર પુલવામાં હુમલામાં (Pulwama Attack)સીઆરપીએફના 40 બહાદુર જવાન શહીદ થયા હતા. પુલવામા હુમલાના 12 દિવસની અંદર ભારતે આંતકીઓના અડ્ડા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. જેમાં 300થી વધારે આતંકી ઢેર થયા હતા. આ પછી સુરક્ષાબળોએ કાશ્મીરમાં આતંકીઓ સામે મોટું અભિયાન ચલાવ્યું હતું. જેમાં સેકડો આતંકીઓનો સફાયો થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર