Home /News /national-international /

પુલવામા હુમલો : શહીદ તિલકરાજ હતા હિમાચલના જાણીતા લોકગાયક

પુલવામા હુમલો : શહીદ તિલકરાજ હતા હિમાચલના જાણીતા લોકગાયક

તિલકરાજના રૂપમાં દેશે એક જવાન જ નથી ખોયો, તિલકરાજ હિમાચલના લોકગાયક પણ હતા, તેમના ત્રણ મ્યૂઝિક વીડિયો આવી ચૂક્યા છે

તિલકરાજના રૂપમાં દેશે એક જવાન જ નથી ખોયો, તિલકરાજ હિમાચલના લોકગાયક પણ હતા, તેમના ત્રણ મ્યૂઝિક વીડિયો આવી ચૂક્યા છે

    પુલવામા આતંકી હુમલામાં 40 જવાનોની શહાદતથી સમગ્ર દેશમાં શોક છે, આ 40 જવાન દેશના અલગ અલગ ભાગમાંથી આવ્યા હતા. કોઇ ઉત્તર પ્રદેશ, તો કોઇ બિહારમાંથી આવ્યા. આ 40 જવાનોમાંથી એક જવાન હિમાચલમાંથી આવ્યો હતો.

    હિમાચલના જિલ્લા કાંગડામાં જ્વાલી નામની એક જગ્યા છે, અહીંના રહેવાસી તિલકરાજ પુલવામા હુમલામાં શહીદ થયા છે. તિલકરાજનો પરિવાર જ્વાલીના ઘેવા ગામમાં રહે છે. પરિવારમાં પિતા રામા રામ અને માતા બિમલા દેવી છે, સાથે તેમની પત્ની અને બે બાળકો છે. જેમાં એક ત્રણ વર્ષનો પુત્ર છે અને બીજો પુત્ર હજી 22 દિવસનો જ છે. નાના પુત્રના જન્મ પર તિલકરાજ ઘરે આવ્યા હતા અને પુલવામા હુમલાના બે દિવસ પહેલા જ તેઓ ડ્યૂટી પર પરત ફર્યા હતા.

    તિલકરાજની શહાદત પર આજે આખુ ઘેવા ગામ શોકમગ્ન છે, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે પરિવાર સાથે વાતચિત કરી અને 20 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી. જેમાં પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.



    તિલકરાજના રૂપમાં દેશે એક જવાન જ નથી ખોયો, તિલકરાજ હિમાચલના લોકગાયક પણ હતા, તેમના ત્રણ મ્યૂઝિક વીડિયો આવી ચૂક્યા છે, એક ગીત તો એટલુ હિટ થયું કે યુટ્યૂબ પર તેને 1.2 મિનિયન એટલે કે 12 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. મેરા સિદ્ધુ શરાબી નામનું આ ગીત સ્થાનિક લોકોમાં દારૂ પીવાની આદત પર હતું. તો બીજું ગીત પ્યારી મોનિકાને પણ 1.46 લાખ લોકો જોઇ ચૂક્યા છે.



    હિમાચલમાં આવેલા હમીરપુરમાં ભૈરવી સ્ટુડિયો આવેલો છે, અહીં તિલકરાજ અવારનવાર પોતાનું ગીત રેકોર્ડ કરવા આવતા હતા. સ્ટુડિયોના માલિક પરમજીત પમ્મએ જણાવ્યું કે તિલકરાજના રૂપમાં હિમાચલે પોતાનો જવાન જ નહીં, એક સારો અને પોપ્યુલર લોકગાયક પણ ગુમાવ્યો છે. તિલકરાજ હજુ બે નવા ગીત રેકોર્ડ કરવા ઇચ્છતા હતા. પમ્મીએ જણાવ્યું કે તિલકરાજની શહાદત દેશ બેકાર નહીં જવા દે, તિલકરાજના તમામ ગીતથી યુટ્યૂબ પર જે પણ આવક થશે તે તેમના પરિવારને આપવામાં આવશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Attack martyr, Folksinger in himachal, Martyr tilakraj, Popular folksinger, Pulwama attack

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन