વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં વિશ્વના વિવિધ દેશોને અપીલ કરી હતી કે જૈશ-એ-મોહમ્મદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે અને મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત કરવામાં આવે.
ન્યૂઝ 18 ગુજરાતી: શુક્રવારે ભારતે પાકિસ્તાનમાંથી ભારતના રાજદ્વારી અજય બિસારીયાને પરત બોલાવ્યા છે. જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામામાં કરાયેલા ફિદાયીન હુમલાના પગલે 37 જવાનો શહીદ થયા હતા.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં વિશ્વના વિવિધ દેશોને અપીલ કરી હતી કે જૈશ-એ-મોહમ્મદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે અને મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધિત કરવામાં આવે.
ભારત સરકારના પાકિસ્તાનના ઉચ્ચાયુક્તે આજરોજ પાકિસ્તાનમાં યોજાનાર એક સમારંભને રદ્દ કર્યો છે. અહેવાલો મુજબ, તેઓ એક ડિનર પાર્ટીમાં હાજર રહેવાના હતા. વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આંતરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રની સેક્શન 1276 અંતર્ગત મસૂદ અઝહરને આતંકવાદી ઘોષિત કરવામાં આવે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે. અઝહર પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું સંચાલન કરી રહ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર