પુલવામા હુમલો: શહીદ અશ્વીનીએ કહ્યું હતું- 'પિતાજી, તિરંગામાં લપેટાઈને આવીશ'

News18 Gujarati
Updated: February 16, 2019, 3:57 PM IST
પુલવામા હુમલો: શહીદ અશ્વીનીએ કહ્યું હતું- 'પિતાજી, તિરંગામાં લપેટાઈને આવીશ'
શહીદ અશ્વિની કુમાર

પોતાના શહીદ દીકરાને યાદ કરતાં કહ્યું કે, અશ્વીની સેનામાં ગયો તો મેં કહ્યું હતું કે પોતાનો ધર્મ નિભાવ, પીઠ ન બતાવતો. તે કહેતો હતો કે પિતાજી હું આવીશ તો તિરંગામાં લપેટાઇને આવીશ અને તે તિરંગામાં લપેટાઈને આવ્યો

  • Share this:
મનોજ શર્મા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં શહીદ જબલપુરના અશ્વિની કુમારના પાર્થિવ શરીરના દર્શન માટે તેમના પૈતૃક ગામ સિહોરામાં લોકોની જનમેદની ઉમટી પડી છે. લોકો ત્યાં ભારત માતા કી જય અને અશ્વિની કુમાર અમર રહેના નારા લાગી રહ્‍યા છે.

શહીદ અશ્વિનીના પિતા સરકારથી ઇંટનો જવાબ પથ્થરથી આપવાની માંગ કરી રહ્યા છે. તેમના પિતા સુકરૂ પ્રસાદ કહે છે કે, મારો દીકરો તો ચાલ્યો ગયો. પરંતુ સરકારે થોડી આગળ કાર્યવાહી કરવી જોઈએ. જેવું તેં અમારી સાથે કર્યું તેવું જ અમે કરીશું. ઈંટનો જવાબ પથ્થરથી આપવો જોઈએ. સેનાને બલિદાન ચઢાવી દીધું અને તમે જોઈ રહ્યા છો. અરે અમારા ચાર ગયા તો તારા દસ લો.

શહીદ દીકરાને યાદ કરતાં પિતા કહે છે કે, અશ્વિની સેનામાં ગયો તો મેં કહ્યું હતું કે પોતાનો ધર્મ નિભાવજે, પીઠ ન બતાવતો. તે કહેતો હતો કે પિતાજી હું આવીશ તો તિરંગામાં લપેટાઈને આવીશ અને તે ઝંડામાં લપેટાઈને આવ્યો.

આ પણ વાંચો, પુલવામા હુમલો: સસરાને આઘાત ન લાગે એ માટે શહીદની પત્નીએ આખી રાત ન લૂછ્યું સિંદૂર

અશ્વિનીની માતા કૌશલ્યાની રડી-રડીને સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અશ્વિનીના ભાઈ સુમંત લાલનું કહેવું છે કે, ભાઈ સાથે બહેનના દિયરના લગ્નમાં વાત થઈ એન તેણે જણાવ્યું કે ભાઈ હું જમ્મુ જઈ રહ્યો છું.તેમનો ભાઈ રડતાં-રડતાં ફરિયાદ કરે છે કે અશ્વિની કુમારમાં જ નહીં આ દેશના દરેક જવાનમાં જોશ છે કે દેશની સેવા કરે, પરંતુ સરકારમાં તે નથી. સરકાર દેશના જવાનોને ભરતી કરે છે, બલિદાન આપવા માટે. તેનું નિરાકરણ શોધવા માટે નહીં.

આ પણ વાંચો, પ્રયાગરાજ: શહીદ મહેશ યાદવના બાળકોએ કહ્યું- PM મોદી લેશે આતંકીઓ સામે બદલો

બીજી તરફ, અશ્વિનીના ગામ ખુડાવલમાં લોકો અશ્વિનીના પાર્થિવ શરીરની રાહ જોઈ રહ્યા છે. લોકોનું કહવું છે કે આ ગામના લગભગ 40 લોકો સેનામાં છે, આ શહીદોનું ગામ છે. અમે અશ્વિનીની શહાદતને સલામ કરીએ છીએ.
First published: February 16, 2019, 3:57 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading