Pulwama Attack: અમેઝોનથી ખરીદ્યું હતું બોમ્બ બનાવવાનું કેમિકલ, CRPFના 40 જવાન થયા હતા શહીદ

ભીષણ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. (Photo PTI)

Pulwama Attack Anniversary: 14 ફેબ્રુઆરી 2019ના રોજ જૈશના આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા

  • Share this:
    નવી દિલ્હી. આજે પુલવામા હુમલાની બીજી વરસી (Pulwama Attack Anniversary) છે. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે લોકો વેલેન્ટાઇન ડે ઉજવી રહ્યા હતા તે સમયે લગભગ સાડા ત્રણ વાગ્યે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર 2,500 જવાનોને લઈને રહી રહેલી 78 બસોના કાફલા પર જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammad)ના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. જૈશના આતંકીએ વિસ્ફોટકોથી ભરેલી કારને સીઆરપીએફ (CRPF)ના કાફલા સાથે ટકરાવી દીધી હતી. ભીષણ આત્મઘાતી હુમલામાં CRPFના 40 જવાન શહીદ થયા હતા. આ હુમલા બાદ દેશમાં સવાલ એવો ઊભો થયો હતો કે આટલા મોટાપાયે આતંકવાદીઓ પાસે વિસ્ફોટક આવ્યું કેવી રીતે.

    આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ માર્ચ 2020માં પોતાના રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે પુલવામા હુમલામાં બોમ્બ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું કેમિકલ ઇ-કોમર્સ સાઇટ અમેઝોનથી ખરીદવામાં આવ્યું હતું. NIAએ આ આતંકી કાવતરામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ અનેક ખુલાસા કરવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો, આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 13 લોકોનાં મોત, 4 ઘાયલ

    પુલવામા આતંકી હુમલામાં સામેલ શ્રીનગરના 19 વર્ષીય વૈજ ઉલ ઈસ્લામ અને પુલવામા જિલ્લાના હકીરપોરા વિસ્તારના 32 વર્ષીય મોહમ્મદ અબ્બાસ રાથેરની માર્ચ 2020માં ધરપકડ કરવામાં આવી હતી. ઈસ્લામે જણાવ્યું હતું કે હુમલા માટે બોમ્બ (આઇઇડી) તૈયાર કરવા માટે તમામ જરૂરી સામાન અમેઝોનથી ખરીદવામાં આવ્યો હતો. તેમાં કેમિકલ, બેટરી અને અન્ય જરૂરી સામાન સામેલ હતો. ઈસ્લામે કબૂલ્યું હતું કે તેણે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કહેવા પર જ ઓનલાઇન શોપિંગ કરી હતી.

    આ પણ વાંચો, India Corona Updates: 24 કલાકમાં 12 હજાર લોકો થયા સંક્રમિત, 92 દર્દીનાં મોત

    NIA તરફથી જણાવવામાં આવ્યું હતું કે અમેઝોનથી સામાન ખરીદ્યા બાદ તેણે પોતે જૈશના આતંકવાદીઓને સોંપ્યો હતો. ઈસ્લામની સાથે ધરપકડ કરાયેલા મોહમ્મદ અબ્બાસ રાથેરે આ આતંકવાદી હુમલામાં સામેલ આત્મઘાતી બોમ્બ હુમલાખોર આદિલ અહમદ ડાર, સમીર અહમદ ડાર અને પાકિસ્તાની કામરાનને પોતાના ઘરે સંતાડવામાં મદદ કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: