પુલવામાં : આતંકીઓને શરણ આપવાના આરોપમાં NIAએ પિતા-પુત્રીની ધરપકડ કરી

News18 Gujarati
Updated: March 3, 2020, 6:47 PM IST
પુલવામાં : આતંકીઓને શરણ આપવાના આરોપમાં NIAએ પિતા-પુત્રીની ધરપકડ કરી
પુલવામાં : આતંકીઓને શરણ આપવાના આરોપમાં NIAએ પિતા-પુત્રીની ધરપકડ કરી

પૂછપરછમાં તારિકે બતાવ્યું હતું કે તેણે પોતામા હકરીપોરા સ્થિતિ આવાસમાં આતંકીઓને શરણ આપી હતી

  • Share this:
શ્રીનગર : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency)એ ગત વર્ષે પુલવામા(Pulwama)માં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકવાદી હુમલામાં મંગળવારે એક વ્યક્તિ અને તેની પુત્રીની ધરપકડ કરી છે. ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પિતા-પુત્રીની ઓળખ પીર તારિક અને ઇંશાના રુપમાં થઈ છે. બંનેને જમ્મૂ લાવવામાં આવ્યા છે. પૂછપરછમાં તારિકે બતાવ્યું હતું કે તેણે પોતામા હકરીપોરા સ્થિતિ આવાસમાં આતંકીઓને શરણ આપી હતી. જ્યાં રહીને તેમણે હુમલાની યોજના બનાવી હતી.

ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામાં હુમલાની તપાસ NIA કરી રહી છે. હુમલામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી આદિલ અહમદ ડારે વિસ્ફોટ સાથેની પોતાની કારને સીઆરપીએફના કાફલા સાથે ટક્કર મારી હતી. હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આદિલનો અંતિમ વીડિયો આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનથી જૈશ એ મોહમ્મદે જાહેર કર્યો હતો.

આ પણ વાંચો - આવો છે IPLનો કાર્યક્રમ, જાણો ક્યારે છે તમારી ફેવરિટ ટીમની મેચ

આ પહેલા NIAને શુક્રવારે પણ મોટી સફળતા મળી હતી. પુલવામાં આતંકવાદી હુમલામાં કથિત સંડોવણીમાં જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે 22 વર્ષીય શાકીર બશીર મારગેએ આત્મઘાતી હુમલાઘોર આદીલ અહમદ ડારને શરણ આપી હતી. બશીર મારગે પુલવામાના કાકપોરાના હાજીબલનો રહેવાસી છે અને તેને ફર્નીચરને દુકાન છે. પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ ઉમર ફારુકે 2018માં મારગેની ડારથી ઓળખ કરાવી હતી. આ પછી તે જૈશના કામમાં પુરી રીતે લાગી ગયો હતો.
First published: March 3, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading