ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના પૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે પુલવામા હુમલાને પીએમ નરેન્દ્ર મોદી માટે આતંકવાદીઓની ભેટ હોવાનું કહ્યું છે. દુલતના જણાવ્યા મુજબ, આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે ચૂંટણીના ઠીક પહેલા બીજેપીને ભેટમાં પુલવામા હુમલો આપ્યો છે. જોકે, તેઓએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં કાર્યરતા આતંકી શિબિરો પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક કે પછી પહેલા કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇક યોગ્ય કાર્યવાહી હતી.
દુલતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મને લાગે છે કે હું પહેલા પણ ઉલ્લેખ કરી ચૂક્યો છું, મારા મુજબ આ જૈશનો બીજેપી કે મોદીજીને ઉપહાર હતી. ચૂંટણીને લીધે આવા હુમલાની આશંકા હતી જ અને એવું જ થયું. તેથી પાકિસ્તાનની અંદર જઈને સર્જિકલ સ્ટ્રાઇકને અંજામ આપવો બિલકુલ યોગ્ય હતું. પુલવામા હુમલા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં દુલતે કહ્યું કે રાષ્ટ્રવાદ સામે વાંધો નથી પરંતુ તેને અતિવાદી દૃષ્ટિકોણથી ન જોવો જોઈએ.
ઈન્ડિયન ઇકોનોમિક ટ્રેડ ઓર્ગેનાઈઝેશન 2019ના કાર્યક્રમ એશિયન-અરબ એવોર્ડ 2019માં પોતાના ભાષણ બાદ દુલતે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા. દુલતે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિના હવાલાથી કહ્યું કે, પોતાના પૂર્વગ્રહો છોડવા જોઈએ, નહીં તો તે અતિવાદી રાષ્ટ્રવાદ આવી જ રીતે વધતો જશે જેનું પરિણામ યુદ્ધ જ હશે. દુલતે આતંકવાદી હુમલા બાદ ન્યૂઝીલેન્ડની પીએમ જૈસિંડા અર્ડર્નની પ્રતિક્રિયાના ખૂબ જ વખાણ કર્યા.
દુલતે કહ્યું કે, આપણને વાત કરવાની જરૂર છે. આપણે કાશ્મીરીઓ સાથે વાત કરવાની જરૂર છે. આપણે પાકિસ્તાનથી પણ વાત કરવાની જરૂર છે. વાતચીત ઉપરાંત કોઈ રસ્તો જ નથી. દુલતે એમ પણ કહ્યું કે એક સમયે મનમોહનસિંહ સરકાર સમજૂતીથી માત્ર એક ડગલું દૂર રહી ગઈ હતી, જો તે સમજૂતી થઈ ગઈ હોત તો કાશ્મીરની સ્થિતિ આવી ન હોત. દુલત મુજબ મનમોહનસિંહ અને મુશર્રફની વચ્ચે સમજૂતી થતા-થતાં રહી ગઈ હતી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર