Home /News /national-international /

પુલવામા હુલમો : આતંકી સંગઠન જૈશ સાથે સંબંધ ધરાવતા 23 લોકોની અટકાયત

પુલવામા હુલમો : આતંકી સંગઠન જૈશ સાથે સંબંધ ધરાવતા 23 લોકોની અટકાયત

એવું કહેવામાં આવ્યું હતું કે ગાજીએ પોતાના બે સહયોગીઓની સાથે ડિસેમ્બરમાં ભારતમાં ઘૂસણખોરી કરી અને દક્ષિણ કાશ્મીરમાં છુપાઈ ગયો. ઇન્ટેલિજન્સ સૂત્રો મુજબ, આ પહેલા રત્નીપુરા ગામમાં થોડાક દિવસ પહેલા થયેલા એન્કાઉન્ટરમાં ગાજી રશીદ કોઈક રીતે ભાગવામાં સફળ રહ્યો હતો.

સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અટકાયત કરવામાં આવેલી લોકોની રવિવારે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)નાં અધિકારીઓ પૂછપરછ કરી હતી.

    શ્રીનગર : સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ ધરાવનાર 23 શકમંદની અટકાયત કરી છે. પોલીસના ટોચના સૂત્રોએ રવિવારે આ માહિતિ આપી હતી. તાજેતરમાં પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો.

    ધરપકડ કરવામાં આવનાર લોકોમાં જૈશ-એ-મોહમ્મદ પ્રત્યે સહાનુભૂતિ રાખનાર લોકોનો પણ સમાવેશ થાય છે. ગત ગુરુવારે જૈશ-એ-મોહમ્મદ તરફથી સીઆરપીએફના જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 40 જવાન શહીદ થયા હતા.

    ઉલ્લેખનીય છે કે ભારત અનેક વર્ષોથી પાકિસ્તાનને તેની ધરતી પર ઉછરી રહેલા આતંકી જૂથોનો સફાયો કરવાનું કહેતું આવ્યું છે. બીજી તરફ પાકિસ્તાને પુલવામા હુમલામાં તેનો કોઈ હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.

    સુરક્ષા અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અટકાયત કરવામાં આવેલી લોકોની રવિવારે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)નાં અધિકારીઓ પૂછપરછ કરી હતી.

    આ પણ વાંચો : પુલવામામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, મેજર સહિત 4 જવાન શહીદ

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય તપાસ એજન્સી જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરો તેમજ કાશ્મીરના જૈશના વડા સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

    પુલવામા ખાતે થયેલા આતંકી હુમલા પાછળ જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો ભત્રીજો મોહમ્મદ ઉમૈર હોવાનું કહેવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમૈર જે સ્થળે સીઆરપીએફના જવાનો પર હુમલો થયો હતો તે વિસ્તારમાં ક્યાંક છૂપાયો હોઈ શકે છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉમૈરે જ સ્કૂલમાંથી પડતા મૂકવામાં આવેલા આદિલ અહેમદ ડારને આત્મઘાતી હુમલો કરવા માટે તૈયાર કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે ઉમૈર સપ્ટેમ્બરમાં કાશ્મીરમાંથી ભારતમાં દાખલ થયો હતો. સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે તે દક્ષિણ કાશ્મીરમાં ક્યાંક છૂપાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Adil Ahmad Dar, Jaish e mohmmad, Masood-azhar, Pulwama, Pulwama attack, આતંકવાદી હુમલો, કાશ્મીર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन