Home /News /national-international /

પુલવામા હુમલો: UPનાં 12 શહીદના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય

પુલવામા હુમલો: UPનાં 12 શહીદના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય

યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)

સાથે જ તમામ શહીદોના પરિવારના લોકોને સરકારી નોકરી આપવાની સીએમ યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે.

    લખનઉ : પુલવામા આતંકી હુમલામાં દેશના 37 વીર જવાનો શહીદ થયા છે. એકલા ઉત્તર પ્રદેશના જ 12 જેટલા જવાનો આતંકી હુમલામાં શહીદ થયા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદના પરિવારજનોને રૂ. 25-25 લાખની સહાયની જાહેરાત કરી છે. સાથે જ તમામ શહીદોના પરિવારના લોકોને સરકારી નોકરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    એટલું જ નહીં યોગી આદિત્યનાથી જાહેરાત કરી છે કે તમામ શહીદોના પૈતૃક ગામના રસ્તાઓનું નામકરણ શહીદ જવાનોના નામથી કરવામાં આવશે. આ ઉપરાંત શહીદ જવાનના અંતિમ સંસ્કારમાં સરકારના એક-એક મંત્રી હાજર રહેશે.

    કયા રાજ્યના કેટલા જવાન શહીદ થયા











































































    રાજ્ય સંખ્યા
    જમ્મુ-કાશ્મીર1
    પંજાબ4
    હિમાચલ પ્રદેશ1
    રાજસ્થાન5
    ઝારખંડ1
    કેરળ1
    તામિલનાડુ1
    ઓડિશા2
    કર્ણાટક2
    ઉત્તર પ્રદેશ12
    મહારાષ્ટ્ર2
    પશ્ચિમ બંગાળ1
    મધ્ય પ્રદેશ1
    ઉત્તરાખંડ2
    બિહાર2
    આસામ1

    ઉલ્લેખનીય છે કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લા ખાતે થયેલા ફિદાયીન આતંકી હુમલામાં 37 સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. આ હુમલો પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ તરફથી કરવામાં આવ્યો હતો. સીઆરપીએફના જવાનોનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો ત્યારે એક સ્થાનિક આતંકીએ વિસ્ફોટકો ભરેલી કાર કાફલાની એક બસ સાથે અથડાવી દીધી હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: CRPF, Imran Khan, Israel, Kashmir Terror Attack, Masood-azhar, Pulwama terror attack, Russia, US, Yogi adityanath, ઉત્તરપ્રદેશ, જૈશ એ મોહમ્મદ, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन