Home /News /national-international /પુડુચેરી: મોર્નિંગ વૉક પર નિકળેલી પ્રખ્યાત મંદિરની હાથિણીને હાર્ટ અટેક આવતા મોત થયું, શોકમાં ડૂબ્યા લોકો

પુડુચેરી: મોર્નિંગ વૉક પર નિકળેલી પ્રખ્યાત મંદિરની હાથિણીને હાર્ટ અટેક આવતા મોત થયું, શોકમાં ડૂબ્યા લોકો

લક્ષ્મી હાથિણીનું મોત

પુડુચેરીના મનકુલા વિનાયગર મંદિરની પ્રખ્યાત હાથિણી લક્ષ્મીનું મોત થઈ ગયું છે. બુધવારે સવારે લક્ષ્મી ફરવા નિકળી હતી. આ દરમિયાન અચાનક તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનું મોત થઈ ગયુ હતું.

    પુડુચેરીના મનકુલા વિનાયગર મંદિરની પ્રખ્યાત હાથિણી લક્ષ્મીનું મોત થઈ ગયું છે. બુધવારે સવારે લક્ષ્મી ફરવા નિકળી હતી. આ દરમિયાન અચાનક તે બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેનું મોત થઈ ગયુ હતું. લક્ષ્મીના મોત બાદ તેને પ્રેમ કરનારા લોકો શોકમાં ડૂબ્યા છે. સેંકડો સ્થાનિક લોકોએ ભારે મન અને આંખોમાં આંસૂ સાથે શ્રી મનાકુલા વિનાયગર મંદીરની સૌથી પ્રયિ હાથિણી લક્ષ્મીને પોતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ANIના જણાવ્યા અનુસાર, લક્ષ્મી 1997માં પાંચ વર્ષની ઉંમરમાં પુડુચેરીના મનકુલા વિનાયગર મંદિરમાં આવી હતી.

    મનકુલા વિનાયગર મંદિરમાં આવતા ભક્તોથી તેને ખૂબ પ્રેમ મળતો રહે છે. લક્ષ્મીનો સ્વભાવ શાંત હતો, તેના કારણે ભક્તો તેના તરફ આકર્ષિત થતાં હતા. કાલે જ્યારે લક્ષ્મીને હાર્ટ અટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું તે સમયે તેની દેખરેખ રાખતા પશુ ચિકિત્સકો પણ ત્યાં હાજર હતા. તેમણે પીટીઆઈ-ભાષાને જણાવ્યું છે કે, અચાનક હાર્ટ અટેક આવતા પહેલા લક્ષ્મી સ્વસ્થ હતી. તેમણે કહ્યું કે, તેનું મોત પબ્લિક સેકેન્ડરી સ્કૂલ કલ્વે કોલેજ નજીક રોડ પર પડી જવાથી થયું છે.



    આ પણ વાંચો: VIDEO: હાથીએ પીછો કરતા બસ 8 કિલોમીટર સુધી રિવર્સ ગીયરમાં ચાલી, જુઓ વીડિયો

    હાથિણીના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ફેલતા જ કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ વિસ્તારના લોકોએ તેને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત કેટલાય લોકોએ લક્ષ્મીના પાર્થિવ શરીરને માળા અને ફુલો ચડાવી શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં લક્ષ્મીને અચાનક હાર્ટ અટેક આવવા પાછળનું કારણ સામે આવ્યું નથી. આ બાજૂ સોશિયલ મીડિયા પર લોકો તેના સ્વાસ્થ્ય અને સારવાર પર સવાલો ઉઠાવી રહ્યા છે.

    કેટલાય લોકોએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા કેટલાક દિવસથી તેની સારવાર એક રેગ્યુલર પશુ ડોક્ટરની જગ્યાએ પેટા પશુ ડોક્ટર દ્વારા થઈ રહી હતી. આરોપ એવો પણ લાગ્યો છે કે, લક્ષ્મીને અજાણ્યા ઈંજેક્શન લગાવામાં આવતા હતા. કેટલાય લોકોએ એવું પણ કહ્યું કે, તથાકથિત પશુ અધિકાર કાર્યકર્તાના પ્રેશરના કારણે લક્ષ્મીને સીમિત રાખવામાં આવી હતી અને તેને નિયમિત અને અન્ય જરુરી શારીરિક વ્યાયામની મંજૂરી નહોતી. લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેનાથી તેની તબિયત ખરાબ થઈ ગઈ હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Elephant Family, Puducherry

    विज्ञापन
    विज्ञापन