નવી દિલ્હી. પુડુચેરી વિધાનસભા (Puducherry Assembly)માં કોંગ્રેસ (Congress) સરકાર પોતાનું બહુમત સાબિત નથી કરી શકી. સ્પીકરે એલાન કર્યું છે કે સરકારની પાસે બહુમત નથી. ત્યારબાદ મુખ્યમંત્રી વી. નારાયણસામી (V Narayanasamy)ની વિદાય નક્કી માનવામાં આવી રહી હતી. ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત ન કરી શકતાં મુખ્યમંત્રીએ ઉપરાજ્યપાલને પોતાનું રાજીનામું આપી દીધું છે.
પુડુચેરી (Puducherry Floor Test Live)માં કૉંગ્રેસ (Congress)નું ભવિષ્ય નક્કી કરવા માટે એક દિવસનું વિશેષ સત્ર સોમવાર સવારે શરૂ થયું હતું. મુખ્યમંતરી વી. નારાયણસામી (V Narayanasamy)એ ગૃહમાં વિશ્વાસ મત રજૂ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહને જણાવ્યું હતું કે તેમની સરકાર પાસે બહુમત છે. જોકે બાદમાં નારાયણસામીની સરકારે વિશ્વાસમત દરમિયાન બહુમત ગુમાવી દીધું. બીજી તરફ વિશ્વાસ મત રજૂ કરતાં પહેલા તેઓએ પૂર્ણ રાજ્યની માંગ કરી. સાથોસાથ પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદી (Kiran Bedi) અને બીજેપી (BJP)ની કેન્દ્ર સરકાર (Modi Government) પર તેમની સરકારને પાડવાનો આરોપ લગાવ્યો.
Puducherry Chief Minister submits resignation to the Lieutenant Governor after losing majority in the Assembly pic.twitter.com/Y2posu1zXQ
મુખ્યમંત્રી વી. નારાયણસામીએ વિધાનસભામાં કહ્યું કે, ધારાસભ્યોએ પાર્ટી માટે ઈમાનદાર રહેવું જોઈએ. જે ધારાસભ્ય પાર્ટીથી રાજીનામું આપી ચૂક્યા છે તેઓ જનતાનો સામનો નહીં કરી શકે કારણ કે લોકો તેમને તકસાધુ કહી રહ્યા છે. મુખ્યમંત્રીએ ગૃહમાં કહ્યું કે તમિલનાડુ અને પુડુચેરીમાં બે ભાષા પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ બીજેપી બળજબરીથી અહીં હિન્દી લાવવા માંગે છે.
પૂર્વ મંત્રી એ. નમસિવાયમ (હવે બીજેપીમાં) અને મલ્લાડી કૃષણ રાવ સહિત કૉંગ્રેસના ચાર ધારાસભ્યોએ આ પહેલા રાજીનામા આપી દીધા હતા. જ્યારે એક અન્ય ધારાસભ્યને પાર્ટીએ અયોગ્ય ઠેરવ્યા હતા. નારાયણસામીના નજીકના એ. જોન કુમારે પણ આ સપ્તાહે રાજીનામું આપી દીધું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર