પુડુચેરીના CMના ધરણા: રાજ્યપાલના ઘર બહાર આખી રાત ઊંધી રહ્યા

News18 Gujarati
Updated: February 14, 2019, 1:08 PM IST
પુડુચેરીના CMના ધરણા: રાજ્યપાલના ઘર બહાર આખી રાત ઊંધી રહ્યા
મુખ્ય મંત્રીના સમર્થકોએ રાજ્યપાલના વિરોધમાં રાજમાર્ગો બંધ કરી તોફાનો કર્યા હતા.

ગુરૂવારે સવારે ફ્રેશ થવા માટે વિરામ લઈને મુખ્ય મંત્રીએ ફરી રાજ્યપાલના ઘર બહાર ધરણા દીધા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: એક તરફ દિલ્હીમાં રાજ્યપાલ અને મુખ્ય મંત્રીની લડાઈ સુપ્રીમના દ્વારે પહોંચીને અટવાઈ ગઈ તો બીજી બાજુ પુડુચેરીના મુખ્ય મંત્રી વી નારાયણસ્વામી અને રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે જંગ જામ્યો છે. રાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ જંગે ચડેલા મુખ્ય મંત્રીએ રાજ્યપાલના ઘરની બહાર ધરણા આપી રાત વિતાવી હતી. તેઓ ગુરુવારે સવારે ફ્રેશ વિરામ પર હતા ત્યારબાદ ફરી ધરણા પર બેસી ગયા હતા.

પુડુચેરીમાં રાજ્યપાલ અને મુખ્ય મંત્રી વચ્ચે સત્તાની લડાઈ દિલ્હી પેઠે જામી છે. મુખ્ય મંત્રી રાજ્યપાલના એ નિર્ણયનો વિરોધ કરી રહ્યાં છે, જેમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનો હુકમ કરાયો છે. કિરણબેદી ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં હાજર રહેવાના છે, જોકે, વિરોધ પ્રદર્શનના કારણે પુડુચેરીમાં મુખ્ય મંત્રીના સમર્થકોએ તમામ માર્ગો બંધ કરી દીધા છે. મુખ્ય મંત્રી ફરજિયાત હેલ્મેટ પહેરવાના કાયદાનો વિરોધ કરી રહ્યાં છે.

સીએમ વી નારાયણસ્વામીનો આક્ષેપ છે કે રાજ્યપાલ બેદી કેન્દ્રના ઈશારે રોજબરોજની પ્રવૃતિમાં દખલ નાંખી રહ્યાં છે. તેમણે કહ્યું, “ કિરણબેદી અમારા પ્રાંતમાં પોલીસ કોન્સ્ટેબલ જેવો વ્યવહાર કરી રહ્યાં છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સરકાર માને છે કે લોકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ પરંતુ તેનો અમલ એક દિવસમાં કરવો શક્ય નથી.”

અહેવાલો મુજબ, ફરજિયાત હેલ્મેટ પહેરવાના રાજ્યપાલના નિર્ણયના વિરોધના પગલે સમગ્ર વિસ્તારમાં હિંસક તોફાનો ફાટની નીકળ્યા હતા. કિરણ બેદીએ મુખ્ય મંત્રીના વિરોધને એક ટ્વીટના માધ્યમથી કોર્ટની અવગણના અને અપમાન ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોની સેફ્ટિને જોખમમાં મૂકીને મુખ્ય મંત્રી ક્યાં રાજકીય રોટલા શેકવા માંગે છે.

 
First published: February 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading