Home /News /national-international /માતાની હત્યા કરનાર સગીર આરોપીએ કર્યો નવો ખુલાસો, માતા બિલ્ડરને મળતી હતી અને...

માતાની હત્યા કરનાર સગીર આરોપીએ કર્યો નવો ખુલાસો, માતા બિલ્ડરને મળતી હતી અને...

લખનઉમાં થોડા દિવસ પહેલા 16 વર્ષના સગીર પુત્રે માતાની હત્યા (pubg murder case)કરી હોવાની ઘટના સામે આવી હતી

PUBG murder case - હવે આ કિસ્સામાં નવો ફણગો ફૂટ્યો છે. આ કેસમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થઈ છે

લખનઉ : ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh)લખનઉમાં થોડા દિવસ પહેલા 16 વર્ષના સગીર પુત્રે માતાની હત્યા (pubg murder case)કરી હોવાની ઘટના સામે આવી હતી. આ હત્યાથી ( murder)વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. હવે આ કિસ્સામાં નવો ફણગો ફૂટ્યો છે. આ કેસમાં ત્રીજા શખ્સની એન્ટ્રી થઈ છે. જેના કારણે આ હત્યાની રૂપરેખા ઘડાઈ હતી. આ ઘટનાના સગીર આરોપીની બાળ સુરક્ષા ગૃહની ટીમ પૂછપરછ કરી રહી છે. નવા નવા ખુલાસા થયા છે.

આરોપી સગીર પુત્રએ બાળ ગૃહની પૂછપરછમાં જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ડીલરના અંકલ મમ્મીને મળવા આવતા હતા, જે મને ગમતું ન હતું. મેં એક દિવસ આ બાબતે પાપાને ફરિયાદ કરી હતી, ત્યારબાદ પાપા અને મમ્મી વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને બાદમાં મમ્મીએ મને ખૂબ માર માર્યો હતો. મારા મનમાં અંદરથી ગુસ્સો હતો.

પૂછપરછ દરમિયાન સગીર આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં પણ પપ્પાએ મને કંઈ કહ્યું નહોતું, જેથી નાનાએ પપ્પાને ઠપકો આપતા કહ્યું હતું કે તું તારા પુત્ર સાથે એટલા પ્રેમથી વાત કરે છે, જાણે કોઈ દૂધી કે કોળું કાપીને આવ્યું હોય!

અહીં સગીર આરોપીએ બાળ સુધાર ગૃહની ટીમને આપેલા જવાબ દર્શાવાયા છે.

સવાલ : તે મમ્મીની હત્યા કરી તેનો ડર નથી?
જવાબ : ના, ડર લાગતો હોત તો ગોળી શા માટે ચલાવત?

સવાલ: તું શું બનવા માંગે છે?
જવાબ : મારે રાજકારણી બનવું છે.

સવાલ: શું તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે?
જવાબ : હા, મારી ચાર ગર્લફ્રેન્ડ છે (હસીને કહ્યું)

સવાલ: તને શું ખાવું ગમે છે?
જવાબ : મને ઇંડા કરી ગમે છે અને હું અહીં પણ તે જ મંગાવું છું.

આ પણ વાંચો - ફરી મોબાઇલ ગેમ બની મોતનું કારણ, ભાઈએ ફોન લઇ લીધો તો ચોથા ધોરણની બાળકીએ આત્મહત્યા કરી

સવાલ: શું તને ફોન વાપરવો ગમે છે?
જવાબ છે - થોડો ઘણો ગમે છે.

સવાલ: શું તને જેલમાં જવાનો ડર નથી લાગતો?
જવાબ છે- ના, ખાલી 3 વર્ષ રહેવાનું છે.

સવાલ: ઘરે કોણ કોણ આવતું હતું?
જવાબ: ઇલેક્ટ્રિશિયન અંકલ અને પ્રોપર્ટી ડીલર અંકલ ઘરે આવતા હતા, મને તે ગમતું ન હતું.

સવાલ: શું તે તારા પિતાને આ બાબતે કહ્યું હતું?
જવાબ : હા, પછી પપ્પા-મમ્મી વચ્ચે બહુ ઝઘડો થયો. મારી મમ્મીએ મને ખૂબ માર માર્યો હતો.

સવાલ - પછી તે શું કર્યું?
જવાબ: એક દિવસ મેં મમ્મી અને અંકલની પર્સનલ વાતચીત સાંભળી લીધી હતી.

સવાલ: તારી પાસે ફોન છે?
જવાબ: ના, મારો ફોન મમ્મીએ છીનવી લીધો હતો અને જ્યારે ચોરીછુપે ફોન લેતો હતો, ત્યારે અંદર રેકોર્ડિંગ કરેલી બધી વાતો સાંભળી લેતો હતો અને પછી પપ્પાને કહેતો હતો.

સવાલ: તે પપ્પાને કીધું તો તેમણે શું કહ્યું?
જવાબ: પપ્પા કહેતા હતા કે આવી વાતો પર ગુસ્સો આવે તો જે મનમાં આવે તે કરજે.

સવાલ: તને પિસ્તોલની માહિતી કોણે આપી?
જવાબ: મારા પિતા મારી સામે પિસ્તોલ સાફ કરતા હતા અને પિસ્તોલ ક્યાં રાખી છે એ કહેતા હતા.

સવાલ: પછી શું થયું?
જવાબ: એક દિવસ પ્રોપર્ટીવાળા અંકલ ડિનર માટે ઘરે આવ્યા હતા પછી તેઓ રોકાયા હતા અને મમ્મી - પપ્પા વચ્ચે ખૂબ ઝઘડો થયો. તે દિવસે મારી મમ્મીએ મને ખાવાનું ન આપ્યું અને મને માર માર્યો હતો.

સવાલ: પપ્પાએ કંઈ કહ્યું?
જવાબ: પાપાએ કહ્યું, તને જે ઠીક લાગે તે કર, હું કંઈ કરી શકું તેમ નથી, અહીં હું બંધાયેલો છું, તું નહીં.

સવાલ: શું તેઓ ક્યારેય બહાર ગયા હતા?
જવાબ: મમ્મી એક વાર બહાર ગઈ હતી, ત્યારે અંકલ ઘરે આવ્યા હતા. મમ્મી બે દિવસ માટે ઘરની બહાર ગઈ હતી.

સવાલ - કેમ?
જવાબ : મારી વાત જાણ્યા પછી પપ્પાએ અમને દાદીમાના ઘરે મોકલ્યા હતા. પછી મમ્મી ગઈ હતી અને ત્યારબાદ પપ્પાને આખી વાતની ખબર પડી ગઈ હતી.

સવાલ: શું પપ્પાને ગુસ્સો આવ્યો હતો?
જવાબ: ખૂબ જ આવ્યો હતો અને મમ્મી સાથે એટલો ઝઘડો થયો કે મમ્મીએ ઘરના બધા કાચ ફોડી નાખ્યા હતા. ત્યારબાદ મને લાકડીથી માર્યો હતો.

સવાલ: પ્રોપર્ટીવાળા અંકલ આવે ત્યારે તું અને બહેન ક્યાં રહેતા હતા?
જવાબ : અમે બીજા રૂમમાં રહેતાં હતાં, મમ્મી અને એ બીજા રૂમમાં રહેતાં હતાં. મારી પાસે ફોન ન હતો એટલે હું બહાર જઈને ફોન કરીને પપ્પાને જાણ કરતો હતો, પણ મમ્મીએ સ્કૂટી આપતી નહોતી. હું બળજબરીથી સ્કૂટી લેતો હતો, જેથી મમ્મી મને સખત માર મારતી હતી.

સવાલ: શું તારા પિતાએ તને ક્યારેય ઠપકો આપ્યો છે?
જવાબ : પાપા મને દરેક બાબતમાં મદદ કરે છે અને કહેતા કે કંઈ પણ કરતાં ગભરાતો નહીં, હું તારી સાથે છું.

અહીં ઉલ્લેખનીય છે કે, આ કેસમાં પહેલી નજરે માતા વધુ ટોકતી હોવાથી હત્યા થઈ હોવાનું કારણ જણાતું હતું પણ હવે સગીર આરોપીના ખુલાસાઓ પરથી સ્પષ્ટ થાય છે કે પુત્રનો ઈરાદો પહેલાથી જ સ્પષ્ટ હતો અને તેને સતત તેના પિતાનો સાથ મળી રહ્યો હતો. તેના પિતા સેનામાં નોકરી કરવાને કારણે પશ્ચિમ બંગાળમાં પોસ્ટેડ છે.
First published:

Tags: Crime news, Uttar Pradesh‬