ખતરનાક સીરિયલ કિલર, મહિલાઓની હત્ય કરી કરતો આવું કામ...

News18 Gujarati
Updated: June 20, 2019, 6:31 PM IST
ખતરનાક સીરિયલ કિલર, મહિલાઓની હત્ય કરી કરતો આવું કામ...
મૂળ અજમેરના કેકડી વિસ્તારમાં રહેતો અને કોટામાં મજૂરી કરતા આ સાઇકો કિલરનો સોફ્ટ ટારગેટ મહિલાઓ હતી.

મૂળ અજમેરના કેકડી વિસ્તારમાં રહેતો અને કોટામાં મજૂરી કરતા આ સાઇકો કિલરનો સોફ્ટ ટારગેટ મહિલાઓ હતી.

  • Share this:
ખતરનાક સીરિયલ કિલર મોહન સિંહ ઉર્ફ મહાવીરની પોલીસે ધરપકડ કરી લીધી છે. મૂળ અજમેરના કેકડી વિસ્તારમાં રહેતો અને કોટામાં મજૂરી કરતા આ સાઇકો કિલરનો સોફ્ટ ટારગેટ મહિલાઓ હતી. પહેલા તે મહિલાઓ પર સંબંધ બનાવવાનું દબાણ કરતો, વિરોધ કરવા પર તેને નિર્મમ હત્યા કરી દેતો. જ્યારે મોહનની ધરપકડ કરી ત્યાં સુધીમાં ચાર મહિલાઓની હત્યા કરી ચૂક્યો હતો.

મોહન સિંહે છેલ્લે કોટામાં એક મહિલા પર રેપ કર્યો, જો કે સફળ ન થતા તેણે મહિલાનું પેટ ચીરી નાખ્યું. બાદમાં પેટમાં કપડા ભરી સીવી દીધું. મહિલાનો મૃતદેહ એક મહિના પહેલા કોટાના વિજ્ઞાન નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવ્યો હતો. પોલીસે મહિલાની ઓળખ માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તેના પરિવારમાંથી કોઇ સામે આવ્યું નહીં અંતે પોલીસે અંતિમ સંસ્કાર કર્યા.

અહીં ક્લિક કરી વાંચોઃ સુરત : 13 વર્ષનાં લગ્ન જીવન બાદ પતિએ ચપ્પુનાં ઉપરાછાપરી ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

સાઇકો કિલર મોહન ચાર મહિલાઓની હત્યા કરી ચૂક્યો છે. હત્યા કરાયેલી તમામ મહિલાઓમાંથી એક સાથે રેપ કર્યો જ્યારે અન્ય બે સાથે રેપનો પ્રયાસ કર્યો હતો. આરોપી મોહને ઉદ્યોગનગર પોલીસ સમક્ષ 1997માં માતા-પુત્રીની હત્યાની વાત પણ કબૂલી છે. સાથે જ 2003માં ચિતૌડગઢના નિમ્બાહેડા વિસ્તારમાં એક મહિલા સાથે રેપ કરી તેની હત્યા કરી દીધી હતી.

વર્ષ 2003માં થયેલા રેપ અને મર્ડરના કેસમાં સાઇકો કિલર મોહનને સજા થઇ હતી, પરંતુ તે જેલમાંથી ફરાર થઇ ગયો હતો. તેને ફરાર જાહેર કરવામાં આવ્યો. હવે ફરી મોહન સિંહ પોલીસના શિકંજામાં છે.
First published: June 20, 2019
વધુ વાંચો
अगली ख़बर