Home /News /national-international /

દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'કલામસેટ'નું લોન્ચિંગ, આના પાછળ કોની છે મહેનત?

દુનિયાનો સૌથી નાનો સેટેલાઇટ 'કલામસેટ'નું લોન્ચિંગ, આના પાછળ કોની છે મહેનત?

કસામસેટને બનાવનારા વિદ્યાર્થીઓ

આજે ઇસરો પીએસએસવી રોકેટ થકી આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી કલામસેટ અને માઇક્રોસેટનું લોન્ચિંગ રાત્રે 11.46 વાગે કરશે.

    ન્યૂઝ18ગુજરાતીઃ  આજે ઇસરો પીએસએસવી રોકેટ થકી આંધ્રપ્રદેશના શ્રીહરીકોટા અંતરિક્ષ કેન્દ્રથી કલામસેટ અને માઇક્રોસેટનું લોન્ચિંગ રાત્રે 11.46 વાગે કરશે. આ રોકેટની 46મી ઉડાન હશે. આ થકી દુનિયાનો સૌથી નાનો સેટેલાઇ પૈકી એક કલામસેટને અંતરિક્ષમાં છોડવામાં આવશે. આ સેટેલાઇટની ખાસ વાત એ છે કે, આને એન્જીનિયરિંગનો આભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ડેવલોપ કર્યો છે.

    મિસાઇલમેન કલામના નામ ઉપર આપવામાં આવ્યું છે નામ

    આ વિદ્યાર્થીઓએ 10 સેમીના ઘનના આકારનો એક સેટેલાઇટ બનાવ્યો છે. જેના નામ તેમણે જગવિખ્યાત વૈજ્ઞાનિક અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના નામ ઉપર કલામસેટ રાખવામાં આવ્યું છે. આ પીએસએલવીના ચોથા સ્ટેજમાં પહોંચવા ઉપર લોન્ચ કરવામાં આવશે. આ થકી કમ્યુનિકેશનના માધ્યમો અને એનર્જીનની ઉપલબ્ધતાની તપાસ કરી શકાશે.

    PSLV એક એવું રોકેટ છે જે મજબૂત અને તરલ ઇંધણ બંને થકી અલગ અલગ સ્ટેજમાં ચાલે છે. જેવું જ આ રોકેટ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચશે કે તરત જ સોલર પેનલ અને લી-આયન બેટરી સેટેલાઇટને એનર્જી આપવા લાગશે. જેમાં લગાવેલા PS4નું મુખ્ય કામ પેલોડના તેના અલગ અલગ આર્બિટમાં એકદમ ચોક્કસાઇ રીતે સ્થાપિત કરવાનું હોય છે.

    આ પણ વાંચોઃ-ચૂંટણી ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હશે, કોંગ્રેસ ચિત્રમાં નથી: પ્રશાંત કિશોર

    આ પહેલા નાસા પણ કરી ચૂક્યું છે આ વિદ્યાર્થીઓના રોકેટને લોન્ચ

    19 વર્ષના રિફત શરુક જે કલાામસેટ બનાવનારી 15 વિદ્યાર્થીઓની ટીમનો ભાગ છે. જેઓ જણઆવે છેકે, સેટેલાઇટનું વજન 1.2 કિલોગ્રામ છે. જેમાં એક કમ્યુનિકેશન ડિવાઇસ હશે જે એક કમ્પ્યુટર હશે. સોલાર પેનલ હશે આ સાથે જ આમા ઇલેક્ટ્રોનિક્સનો એક સેટ લાગેલો હશે જે પહેલાના સેટેલાઇટના ઇલેક્ટ્રોનિક્સથી નવું હશે. શરુક અને તેમની ટીમ આ પહેલા પણ સૌથી નાનો સેટેલાઇટ બનાવી ચૂકી છે. આ સેટેલાઇટનું નામ કલામસેટ હતું. જે 64 ગ્રામ વજની હતો. આ સેટેલાઇટ એક સ્માર્ટફોનથી પણ હલકો હતો.

    આ પણ વાંચોઃ-EVMથી જ મતદાન થશે, હવે બેલેટ પેપરનો ઉપયોગ થઈ શકે નહીં: ચૂંટણી પંચ

    મોટા મોટા વૈજ્ઞાનિકોએ પણ આ સેટેલાઇટ ઉપર વ્યક્ત કર્યો વિશ્વાસ

    મેલસ્વામી અન્નાદુરઇ જેઓ ઇસરોના એક રિટાયર્ડ વૈજ્ઞાનિક છે અને ચંદ્રયાન-1 પ્રોજેક્ટના ડાયરેક્ટર છે. વિદ્યાર્થીઓના આ સેટેલાઇટ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ અંતરિક્ષના વાતાવરણમાં માત્ર થોડા જ મહિનાઓ ટકશે પરંતુ અમને ભવિષ્યમાં આ જ પ્રકારે આગળ વધારવાનું પડશે. પહેલા વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટને એક ફૂગ્ગા થકી છોડવામાં આવ્યો હતો. મોટાભાગના આ સેટેલાઇટ ક્યારે પણ કોઇ કક્ષા સુધી પહોંચી શક્યા ન્હોતા. એક બે કક્ષા સુધી પહોંચી શકે છે જેનાથી આગળના પ્રયોગમાં મદદ મળશે.
    Published by:ankit patel
    First published:

    Tags: Satellite, ઇસરો

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन