અજમેરઃ રાજસ્થાનના (Rajasthan) અજમેર જિલ્લામાં એક પરિવાર પોતાની બે પુત્રીઓની એક જ દિવસે થનારા લગ્નની તૈયારીઓમાં (two daughter marriage) લાગ્યો હતો. આ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. જ્યાં એસઆઈ પિતાનું અકસ્માતમાં (father died in accident) મોત થયું હતું. પિતાનો ચહેરો જોઈને બંને પુત્રીઓ વલોપાત કરતી હતી.
પિતાનું ચહેરો જોઈને આક્રંદ કરતી હતી પુત્રીઓ
અજમેરના ક્રિશ્ચયન ગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઉગરા રામનાનું સવારે મોત થયું હતું. તેઓ પોતાના બાઈક જઈ રહ્યા હતા ત્યારે એક ટેમ્પો સાથે તેમનો અકસ્માત થયો હતો. જેના પગલે તેઓ ઘાયલ થયા હતા. અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં 12 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.
જ્યાં થવાનું હતું પુત્રીઓનું કન્યાદાન ત્યાંથી ઉઠી પિતાની અર્થી
ઉલ્લેખનીય છે કે ઉગરા રામની બે પુત્રીઓના લગ્ન 16 ફેબ્રુઆરી થવાના હતા. આવી સ્થિતિમાં પિતાનું અકસ્માતમાં મોત નિપજતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જે આંગણામાં પિતા બંને પુત્રીઓનું કન્યાદાન કરવાના હતા. આજે સ્થિતિ એ છે કે એજ આંગણામાંથી પિતાની અર્થી ઊઠી હતી.
દોઢ મહિના માટે લીધી હતી રજા પરંતુ..
મૃતક એસઆઈના સંબંધી સુશીલ ચૌધરીએ જણાવ્યું કે તે પોતાની બંને પુત્રીઓના લગ્ન માટે ખુબ જ ખુશ હતા. જેના પગલે ઉગરા રામે દોઢ મહિનાની રજાઓ પણ લીધી હતી. પરંતુ જોકે, તેઓ દુર્ઘટનાનો શિકાર બની ગયા.
લગ્નની શરણાઈઓના સૂર માતમમાં ફેરવાયા
બે પુત્રીઓના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી હતી. ઘરમાં દરેક લોકો બે પુત્રીઓના લગ્નને લઈને ખુબ જ ખુશ હતા. થોડા દિવસોમાં ઘરના આંગણે લગ્નની શરણાઈઓના સૂર રેલાતા હોત પરંતુ એ પહેલા જ પિતાના આકસ્મિત મોતથી ઘરમાં માતમ છવાયો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર