Home /News /national-international /

બેરોજગારી! ઓડિશામાં વેદાંતા કંપની બહાર હિંસક અથડામણમાં બે લોકોનાં મોત

બેરોજગારી! ઓડિશામાં વેદાંતા કંપની બહાર હિંસક અથડામણમાં બે લોકોનાં મોત

વેદાંતા ફેક્ટરી

10 મહિના પહેલા તામિલનાડુમાં વેદાંતા કંપની સામે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે ફાયરીંગ કર્યુ હતુ તેમાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા.

    ઓડિશામાં આવેલી વેદાંતાની એલુમિનીયા રિફાનરીમાં નોકરી, નોકરીને લગતા લાભો મામલે હિંસક અથડામણ થતા એક સ્થાનિક રહેવાસી અને ઓડિશા ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સનાં જવાનનું મોત થયુ હતું.

    સ્થાનિક પોલીસનાં જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ કરેલું વિરોધ પ્રદર્શન હિંસક બન્યુ હતું અને વેદાંતાની ફેક્ટરી પર ધસી આવ્યુ હતુ. આ ઘર્ષણ દરમિયાન 25 લોકોને ઇજા પહોંચી હતી. જો કે, સ્થાનિક લોકોનાં કહેવા પ્રમાણા, 45 જેટલા લોકોને ઇજા પહોંચી હતી.

    પોલીસે એવો દાવો કર્યો છે કે, આ જગ્યાએ સ્થિતિ નિયંત્રણમાં છે અને પ્રતિબંધિત આદેશો લગાવી દેવામાં આવ્યા છે.

    આ ઘટના પછી, ઓડિશા સરકારે મૃત્યુ પામનાર જવાનનાં પત્નિ માટે નોકરીની ખાતરી આપી છે. મૃત્યુ પામનારમાં એક જવાનની સાથે એક મજુર પણ હતો.

    12 વર્ષ પહેલા વેદાંતા કંપનીએ ઓડિશામાં આ પ્લાન્ટ સ્થાપ્યો હતો. આ પહેલા પણ આ કંપની મામલે વિવાદો થયા હતા. સ્થાનિક આદિવાસીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, આ કંપનીએ તેમની જમીન લઇ લીધી છે અને પર્યાવરણનો વિનાશ વેર્યો છે.

    મહત્વની વાત એ છે કે, ઓડિશા સરકાર દ્વારા ઓડિસા ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ એક્ટ (2012) હેઠળ નવા ફોર્સની રચના કરવામાં આવી હતી અને સરકાર ખાનગી અને સરકારી ફેક્ટરીઓને સુરક્ષા આપે છે.

    વેદાંતા ફેક્ટરીમાં એક કર્મચારીને કાઢી મૂકવા મામલે બબાલ થઇ હતી અને આસપાલનાં લોકો આ કંપની પર ધસી આવ્યા હતા અને કંપની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક લોકો માટે રોજગારીની માંગણી કરી હતી. આ સિવાય, સ્થાનિક રહેતા બાળકો માટે શાળાઓની પણ માંગણી કરી હતી. પણ આ પ્રદર્શન હિંસક બન્યુ અને પોલીસ સાથે ઘર્ષણ થતા બે લોકોનાં મોત નિપજ્યાં.

    સરકારે આ મામલે તપાસનાં આદેશો આપ્યા છે. વેદાંતા અને સિક્યોરિટી ફોર્સ સામે પણ ગૂનો નોંધવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, 10 મહિના પહેલા તામિલનાડુમાં વેદાંતા કંપની સામે વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે ફાયરીંગ કર્યુ હતુ તેમાં 13 લોકોનાં મોત નિપજ્યા હતા.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Polls, Unemployment, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन