Home /News /national-international /

સબરીમાલા વિવાદ: કેરળના CMએ કહ્યું: BJP-RSSએ રાજ્યને 'વોર ઝોન' બનાવ્યું

સબરીમાલા વિવાદ: કેરળના CMએ કહ્યું: BJP-RSSએ રાજ્યને 'વોર ઝોન' બનાવ્યું

ભાજપ અને યુવા મોર્ચાના કાયકર્તાઓએ રાજ્ય સચિવાલયની બહાર રિપોર્ટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓ પર કથિત રીતે હુમલો પણ કર્યો

ભાજપ અને યુવા મોર્ચાના કાયકર્તાઓએ રાજ્ય સચિવાલયની બહાર રિપોર્ટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓ પર કથિત રીતે હુમલો પણ કર્યો

  ન્યૂઝ18 ગુજરાતી: સબરીમાલામાં ભગવાન અયપ્પાન મંદિરમાં બે મહિલાઓના પ્રવેશ કરવા પર કેરળમાં વિરોધ પ્રદર્શન ઉગ્ર થઈ ગયું છે. આ દરમિયાન અલગ-અલગ હિન્દુવાદી સમૂહોના એક મુખ્ય સંગઠને ગુરુવારે કેરળમાં રાજ્યવ્યાપી બંધનું એલાન કર્યું છે. મહિલાઓના મંદિર પ્રવેશના સમાચાર ફેલાયા બાદ દક્ષિણપંથી સમૂહોના કાર્યકર્તાઓએ વિરોધ દર્શાવતા હાઈવે બ્લોક કર્યા છે. દુકાનો અને બજાર બળપૂર્વક બંધ કરાવી દીધા. ભાજપ અને યુવા મોર્ચાના કાયકર્તાઓએ રાજ્ય સચિવાલયની બહાર રિપોર્ટિંગ કરી રહેલા મીડિયાકર્મીઓ પર કથિત રીતે હુમલો પણ કર્યો. બુધવારે જ સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી બાદ ઘણા પ્રદર્શન થયા હતા, તેમાં ઘાયલ થયેલા 55 વર્ષીય ચંદન ઉન્નીથનનું મોત થયું છે.

  કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને રાજ્યમાં હિંસક પ્રદર્શનો માટે આએસએસ અને ભાજપને જવાબદાર ઠેરવ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, આ મુદ્દે ભાજપની આ પાંચમી હડતાલ છે. આરએસએસ છેલ્લા ત્રણ મહિનામાં સાત હડતાલ કરી ચૂક્યું છે. આ હડતાલોના નામે રાજ્યમાં હિંસા, દુર્ઘટનાઓ એન મોતનો સિલસિલો ચાલુ છે. આ મહિલાઓની એન્ટ્રીને લઈને સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધ છે.

   પાંચ સીપીએમ લીડર્સના ઘર ઉપર પણ હુમલા કરવામાં આવ્યા, જ્યારે 8 ભાજપ કાર્યકતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ, કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને આજે બસો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ત્રિશૂરમાં પણ આગ લગાડવામાં આવી.

  આ પણ વાંચો, સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાએ કહ્યું, 'અમે પોલીસ રક્ષણ વગર જ દર્શન કર્યા'
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Protest, RSS, Sabarimala, કેરલ, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन