Home /News /national-international /ઉત્તર પ્રદેશ: ડેડબોડી સાથે ધરણાં પ્રદર્શન કરવાની મનાઈ: અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ

ઉત્તર પ્રદેશ: ડેડબોડી સાથે ધરણાં પ્રદર્શન કરવાની મનાઈ: અંતિમ સંસ્કાર માટે નવી ગાઈડલાઈન જાહેર થઈ

(પ્રતિકાત્મક તસ્વીર)

UP Government SOP: ઉત્તર પ્રદેશ સરકારની નવી ગાઈડલાઈન અનુસાર, રાજ્યમાં હવે ડેડબોડી સાથે ધરણાં પ્રદર્શન નહીં કરવા માટે થઈને એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

    લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે દુર્ઘટનાઓ અથવા ગુનાહિત મામલામાં મૃત શરીરની સાથે રોડ પર અથવા જાહેર જગ્યા પર પ્રદર્શન કરનારા લોકો માટે કડક નિયમ બનાવ્યા છે. હવે રાજ્યમાં તે દંડનિય અપરાધ હશે. લાશને સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા માટે હાઈકોર્ટમાં દાખલ એક જાહેરહીતની અરજી પર આપવામાં આવેલા આદેશનું પાલન કરવા ગૃહવિભાગે એક ગાઈડલાઈન તૈયાર કરી છે. જે અંતર્ગત જો પરિવાર દ્વારા સ્વયં અથવા ભીડ એકઠી કરીને રસ્તા પર અથવા જાહેર જગ્યા પર લાશ રાખીને પ્રદર્શન કરશો, તો તે લાશનું અપમાન માનતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    એસઓપી મુજબ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને બોડી સોંપતી વખતે લેખિત સહમતિ લેવામાં આવશે કે, લાશને પોસ્ટમોર્ટમ હાઉસથી સીધા પોતાના ઘરે લઈ જાય અને ધાર્મિક રીતિ રિવાજ અનુસાર અંતિમ સંસ્કાર માટે અંતિમ સ્થાન પર લઈ જા. આ દરમિયાન વચ્ચે રસ્તામાં ક્યાંય પણ લાશ સાથે ભીડ એકઠી કરીને, જામ લગાવવા અથવા કોઈ પાર્ટી અથવા સંગઠનના સહયોગથી ધરણા પ્રદર્શન કરી શકશો નહીં. આવુ કરવા પર કઠોર કાર્યવાહી થશે. આવી રીતે જો કોઈ ગ્રુપ અથવા સંગઠન લાશ સાથે પ્રદર્શન કરે છે અને કાયદો અને વ્યવસ્થા વિરુદ્ધ કામ કરે છે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચો: ઉત્તર પ્રદેશ: હાથરસમાં હરિદ્વારથી આવી રહેલા કાંવડિયાઓને ડમ્પરે કચળ્યા, છનાં મોત

    ડેડબોડીને રાતના સમયે સળગાવવાની વ્યવસ્થા કરશે


    હાથરસ કાંડ બાદ રાતના સમયે ડેડબોડી સળગાવવા માટે પમ નિયમ બનાવ્યા છે. જો કોઈ લાશનું રાતના સમયે અંતિમ સંસ્કાર કરવામા આવે છે તો, તેના માટે પહેલા પરિવાર પાસેથી મંજૂરી લેવાની રહેશે. એટલું જ નહીં સમગ્ર પ્રક્રિયાનું વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. તેની સાથે જ આ દરમિયાન જિલ્લા પ્રશાસન અને પરિવારની વચ્ચે સંવાદ તથા મેસેજના ડેટા પણ એક વર્ષ સુધી સુરક્ષિત રાખવાના રહેશે.

    અજાણી લાશ માટે પણ નિયમ નક્કી કર્યા


    એસઓપીમાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, જો કોઈ પરિસ્થિતિમાં પરિવાર દ્વારા લાશ લેવાની ના પાડે તો તેવી સ્થિતિમાં શું કરવું. પહેલા તો પ્રશાસનિક અધિકારીઓ દ્વારા પરિવારને મનાવાની કોશિશ થશે, ત્યાર બાદ જો પરિવાર નહીં માને તો સ્થાનિક લોકોનું જૂથ બનાવીને લાશનું પંચનામું ભરીને ડીએમના નિર્દેશાનુસાર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એસઓપીમાં અજાણી લાશો માટે પણ પ્રક્રિયા નક્કી કરી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: CM Yogi Adityanath, Crime news, Uttar prades

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन