નાગરિકતા કાયદા પર બબાલ : BJPએ મનમોહન સિંહનો જૂનો વીડિયો જાહેર કર્યો, કહ્યું- એમની જ વાત માની

News18 Gujarati
Updated: December 19, 2019, 2:38 PM IST
નાગરિકતા કાયદા પર બબાલ : BJPએ મનમોહન સિંહનો જૂનો વીડિયો જાહેર કર્યો, કહ્યું- એમની જ વાત માની
કૉંગ્રેસને ઘેરવા માટે બીજેપીએ મનમોહન સિંહના 2003ના નિવેદનનો વીડિયો શૅર કર્યો

કૉંગ્રેસને ઘેરવા માટે બીજેપીએ મનમોહન સિંહના 2003ના નિવેદનનો વીડિયો શૅર કર્યો

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા કાયદા (Citizenship Amendment Act)ના વિરોધમાં દેશભરમાં પ્રદર્શન ઉગ્ર બની રહ્યા છે. આ દરમિયાન કૉંગ્રેસને ઘેરવા માટે ભારતીય જનતા પાર્ટી (Bhartiya Janta Party)એ પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ (Dr. Manmohan Singh)એ 2003માં રાજ્યસભામાં આપેલા નિવેદનનો વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં મનમોહન સિંહ બાંગ્લાદેશમાં ધાર્મિક આધાર પર હિંસાના શિકાર થયેલા શરણાર્થીઓ માટે સરકારને સહાનુભૂતિ દર્શાવવાની ભલામણ કરી રહ્યા છે.

વર્ષ 2003માં કેન્દ્રમાં જ્યારે એનડીએની સરકાર (NDA Government) હતી તે સમયે રાજ્યસભા સભ્ય મનમોહન સિંહ ગૃહના નેતા વિપક્ષ હતા. તે સમયે ગૃહમાં નાયબ-વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી (Lal Krishan Advani)ને સંબોધિત કરતાં મનમોહન સિંહ કહ્યુ હતું કે, હું શરણાર્થીઓના સંકટને આપની સમક્ષ રજૂ કરવા માંગું છું. દેશના વિભાજન (Partition) બાદ અમારા અનેક પડોસી દેશો પૈકી એક બાંગ્લાદેશ (Bangladesh)માં ધાર્મિક આધાર પર નાગરિકોનું દમન કરવામાં આવી રહ્યું છે. જો આ સતાવવામાં આવેલા લોકો અમારા દેશમાં શરણ માટે પહોંચે છે તો તેમને શરણ આપવી આપણી નૈતિક જવાબદારી છે. આ લોકોને શરણ આપવા માટે વ્યવહાર ઉદારપૂર્ણ હોવો જોઈએ. હું ગંભીરતાથી સંશોધન બિલ તરફ વડાપ્રધાનનું ધ્યાન તેની તરફ દોરવા માંગું છું.

નોંધનીય છે કે, મનોમહન સિંહનું આ ભાષણ વર્ષ 2003નું છે. તે સમયે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી એનડીએની સરકાર હતી. ત્યારે રાજ્યસભા સભ્ય મનમોહન સિંહ ગૃહના નેતા વિપક્ષ હતા. બીજેપીએ આ વીડિયોને પોતાના ટ્વિટર હેન્ડલથી શૅર કર્યો છે. વીડિયો શૅર કરતાં બીજેપીના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે અમે પણ તેમની વાત માનીને આ પગલું ભર્યું છે.બીજેપીના શૅર કરેલાં વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક આ વીડિયો પર બીજેપીને જ સવાલ પૂછી રહ્યા છે કે પરંતુ તેઓએ એનઆરસી વિશે તો નહોતું કહ્યું. કેટલાક લોકોએ લખ્યું કે ચા તો તાજગી આપે છે પરંતુ તેમાં તમે ઝેર મેળવી દીધું છે. બીજી તરફ, અનેક લોકોએ આ વીડિયોના માધ્યમથી કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

આ પણ વાંચો, CAA Protest : દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વચ્ચે અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ-કૉલિંગ-SMS સુવિધા બંધ
First published: December 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading