મુંબઈમાં 26/11 હુમલાના વિરોધમાં સંયુક્ત રાજ્ય અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે લોકોએ પાકિસ્તાની એમ્બસી બહાર વિરોધ પ્રદર્શન કર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવ્યા હતા. મુંબઈમાં વર્ષ 2008માં થયેલા સૌથી મોટા આતંકી હુમલાને ગત રોજ 14 વર્ષ પુરા થયા છે. જો કે આ કાયરતાપૂર્ણ હુમલાની ભયાનક યાદો દેશના દરેક નાગરિકોના મગજમાં હજૂ પણ તરીવરી રહી છે. મુંબઈમાં 2008માં 26 નવેમ્બરે તાજ હોટલ, ઓબેરોય ટ્રાઈડેંટ, નરીમન હાઉસ, સીએમસએમટી રેલવે સ્ટેશન, કામા હોસ્પિટલ, લિયોપોલ્ડ કેફે સહિત કુલ 12 જગ્યા પર પાકિસ્તાની પ્રોયોજિત આતંકીઓએ હુમલો કર્યો હતો.
આ આતંકી હુમલામાં 166 લોકોના મોત થયા હતા, જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા હતા
પાકિસ્તાનના કરાંચીથી સમુદ્રના રસ્તે મુંબઈમાં ઘુસેલા લશ્કરે તૈયબાના 10 આતંકીઓ શહેરમાં 4 દિવસ સુધી તાંડવ મચાવતા ફરતા હતા. મુંબઈ પોલીસ, ભારતીય સેના, મરીન કમાંડો અને એનએસજીએ લાંબી અથડામણ બાદ 9 આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્ટી ટેરર ઓપરેશન 26 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલ્યું હતું. સૌથી છેલ્લે તાજ હોટલને આતંકીઓથી મુક્ત કરવામાં આવ્યું હતું. જેમાં મેજર સંદીપ ઉન્નીકૃષ્ણને શહીદી વહોરી હતી. અઝમલ આમિર કસાબ જીવતો પકડાયો, જેને 4 વર્ષની ટ્રાયલ કોર્ટ બાદ દોષિત ઠર્યો અને તેને 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી.
દરિયાઈ માર્ગે આવ્યા હતા હૈવાનો
પાકિસ્તાનથી આવેલા 10 આતંકીઓ દરિયાના રસ્તે મુંબઈમાં એન્ટ્રી કરી હતી. દરિયામાં ભારતીય નૌસેનાને ખો આપીને તેમણે ભારતીય નાવનો સહારો લીધો. આ તમામ લોકો રાતના લગભગ 8 વાગે કોલાબાથી મચ્છી માર્કેટ બજારમાં ઉતર્યા. લોકોને ખ્યાલ પણ નહોતો કે, આ 20-25ના યુવાનો નથી, પણ યમદૂત છે. તેમના ખભ્ભે લટકેલા બેગમાં કપડા નહીં પણ મોતનો સામાન હતો. લોકો સાથે વાત કર્યા વિના તેઓ સીધા રસ્તે આગળ નિકળી ગયાં.
મુંબઈમાં મોતનું તાંડવ
કોલાબાથી તેઓ 4-4 ગ્રુપમાં ફંટાઈ ગયા અને ટેક્સી પકડીને પોતાની મંઝિલ તરફ આગળ નિકળ્યા. તેમને એટલી ખતરનાક ટ્રેનિંગ આપવામાં આવી હતી કે મુંબઈનો આખો નકશો તેમના મગજમાં છપાયેલો હતો. તેઓ મુંબઈના રસ્તા પર એવી રીતે ભાટકી રહ્યા હતા કે, જાણે કેમ એક એક રસ્તો તેમને ઓળખતો હોય. આતંકીઓનું એક જૂથ રાતના સાડા 9 વાગે છત્રપતિ શિવાજી ટર્મિનલ રેલવે સ્ટેશન પહોંચી જાય છે અને તાબડતોડ ફાયરિંગ શરુ કરી દે છે. પોલીસ કંઈ પણ સમજે તે પહેલા ફરી વાર ફાયરિંગ શરુ કરી દે છે.
આતંકીઓએ તે રાતે મુંબઈના કેટલાય પ્રખ્યાત સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. મુંબઈની શાન કહેવાતી તાજ હોટલ, ઓબેરોય ટ્રાઈડેંટ હોટલ અને નરીમન હાઉસને ટાર્ગટે બનાવ્યું હતું, સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે 3 દિવસ સુધી અથડામણ ચાલતી રહી. આતંકીને બહાર બેઠેલા તેમના આકા ફોનથી મદદ કરી રહ્યા હતા. તેની સાથે જ સેનાનું ઓપરેશન પણ ફેલ થતું દેખાયું. બાદમાં એનએસજી કમાંડોને બોલાવ્યા. એનએસજી કમાંડોએ મોતના એ તમામ સોદાગરોને નરકનો દરવાજો દેખાડી દીધો.
કસાબને પણ ફાંસી આપવામાં આવી
આ હુમલામાં સામેલ આતંકી અજમલ કસાબ જીવતો પકડાયો હતો. તેને પણ ફાંસી આપવામાં આવી છે. આ ઘટનાને આજે 14 વર્ષ થયા, પણ તેને યાદ કરીને આજે પણ દરેક ભારતીય હચમચી જાય છે. એવુ કહીએ તો પણ ખોટું નથી કે, આઝાદ ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટો આતંકી હુમલો હતો. આ હુમલામાં 18 સુરક્ષાકર્મી સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા અને 300થી વધારે લોકો ઘાયલ થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર