આર્ટિકલ 370 મુદ્દે કોઈનો સાથ ન મળતા રઘવાયું થયું પાકિસ્તાન, હવે પોતાની ધરતી પર જ વિરોધ પ્રદર્શન કરશે

News18 Gujarati
Updated: August 30, 2019, 8:03 AM IST
આર્ટિકલ 370 મુદ્દે કોઈનો સાથ ન મળતા રઘવાયું થયું પાકિસ્તાન, હવે પોતાની ધરતી પર જ વિરોધ પ્રદર્શન કરશે
ઇમરાન ખાન

કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી દેવાના વિરોધ અને કાશ્મીરના લોકો માટે શુક્રવારે બપોરે 12 વાગ્યાથી 12.30 વાગ્યા વચ્ચે પ્રદર્શન થશે, એક મિનિટ માટે દેશમાં ટ્રેનો પણ બંધ રહેશે.

  • Share this:
કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ પાકિસ્તાને મદદ માટે આખી દુનિયા સામે હાથ લંબાવ્યો હતો, પરંતુ એક પણ દેશ તેની મદદ માટે આગળ નથી આવ્યો. હવે કાશ્મીરને લઈને પાકિસ્તાને નવું ગતકડું કર્યું છે. શુક્રવારે આખા પાકિસ્તાનમાં વિરોધ કરવામાં આવશે. આ વિરોધ 12 વાગ્યાથી 12.30 વાગ્યા વચ્ચે કરવામાં આવશે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પાર્લિયામેન્ટ્રી કમિટિની બેઠક દરમિયાન પાક નેશનલ એસેમ્બલીના સ્પીકર ફખર ઇમામે કહ્યુ કે દેશની સંસદની સલાહ પર શુક્રવારે બપોરે 12 વાગ્યે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ સાથે જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ અહમદે કહ્યુ કે આ દરમિયાન વિરોધ પ્રગટ કરવા માટે આખા દેશની ટ્રેનોને એક મિનિટ માટે અટકાવી દેવામાં આવશે.

કાશ્મીર અવરની જાહેરાત

આ દરમિયાન ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશનના નિર્દેશક મેજર જનરલ આશિફ ગફૂરે જણાવ્યું કે શુક્રવારે બપોરે આ સમયને કાશ્મીર અવર જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન પાકિસ્તાન અને કાશ્મીરનું રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા અઠવાડિયાની શરૂઆતમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કરી હતી કે 30 ઓગસ્ટથી દર અઠવાડિયે કાશ્મીરના લોકો માટે બપોરે 12થી 12.30 સુધી દેશમાં વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોંઘવારીથી હાહાકાર! એક તોલા સોનાનો ભાવ 90 હજાર રૂપિયા

ભારતે પોતાનું કામ કર્યું, હવે અમારો વારો

જે સમયે જી-7માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી રહ્યા હતા તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે ભારતે જે કરવાનું હતું તે કર્યું છે. ભારતે પોતાનો હુકમનો એક્કો ઉતારી દીધો છે હવે અમારો અને વિશ્વનો વારો છે. નોંધનીય છે કે કાશ્મીરને લઈને ઇમરાન ખાને વિશ્વના તમામ દેશો પાસે મદદની માંગણી કરી ચુક્યા છે, પરંતુ ચીન સિવાય વિશ્વના તમામ દેશો પાસેથી તેમને જાકારો મળ્યો છે. આ મામલે રશિયા, અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ભારતની પડખે છે.આ પણ વાંચો : પિતાએ કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને ભણાવ્યો પાઠ, પુત્ર ગણાય છે બીજો ધોની!

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દીધા બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે. જેના પગલે પાકિસ્તાને ભારત સાથે વેપારી સંબંધો તોડી નાખ્યા છે. આ દરમિયાન બંને દેશ વચ્ચે એક્સપ્રેસ ટ્રેન સેવા પણ રદ કરી નાખવામાં આવી છે. આ મામલે ભારતનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીર પર લેવામાં આવેલો નિર્ણય અમારો આંતરિક મામલો છે, આ મામલે પાકિસ્તાને દખલ દેવાની જરૂર નથી.
First published: August 30, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading