કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધ, અનેક ટ્રેનો રદ

News18 Gujarati
Updated: September 25, 2020, 7:53 AM IST
કૃષિ બિલોના વિરોધમાં આજે ખેડૂતોનું ભારત બંધ, અનેક ટ્રેનો રદ
પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)ના ખેડૂતો સંસદમાં પાસ થયેલા કૃષિ સુધાર બિલો (Farm Bills)ની વિરુદ્ધ આજે બંધ પાળશે. (Photo-AP)

કૃષિ બિલોના વિરોધમાં પંજાબના 31 ખેડૂત સંગઠનોએ હાથ મિલાવ્યા, હરિયાણાના ખેડૂત સંગઠનો વિરોધમાં જોડાશે

  • Share this:
નવી દિલ્હીઃ પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)ના ખેડૂતો સંસદમાં પાસ થયેલા કૃષિ સુધાર બિલો (Farm Bills)ની વિરુદ્ધ આજે બંધ પાળશે. પંજાબ બંધ (Punjab Bandh) માટે 31 ખેડૂત સંગઠનોએ હાથ મિલાવ્યા છે. હરિયાણામાં ભારતીય કિસાન યૂનિયન (Bharatiya Kissan Union) સહિત અનેક સંગઠનોએ કહ્યું છે કે તેઓએ બિલોની વિરુદ્ધ કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાલનું સમર્થન કર્યું છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (CM Amarinder Singh)એ પ્રદર્શન દરમિયાન ખેડૂતોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રાખવા અને કોરોના વાયરસ (Coronavirus) સાથે જોડાયેલા તમામ નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.

ખેડૂત સંગઠનોએ 1 ઓક્ટોબરથી અનિશ્ચિતકાલીન રેલ રોકો આંદોલન પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી છે કે કેન્દ્રના કૃષિ સુધાર બિલોથી ન્યૂનતમ સમર્થન મૂલ્યની વ્યવસ્થા ખતમ થઈ જશે અને કૃષિ ક્ષેત્ર પર મોટા કોર્પોરેટ્સના હાથમાં જતું રહેશે.

હરિયાણાના ભાકિયૂના પ્રમુખ ગુરમના સિંહે કહ્યું છે કે તેમના સંગઠન ઉપરાંત કેટલાક અન્ય ખેડૂત સંગઠનોએ પણ રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપ્યું છે. સિંહે કહ્યું કે, અમે અપીલ કરી છે કે રાજ્યના રાજમાર્ગો પર ધરણા થવા જોઈએ અને અન્ય રસ્તાઓ પર શાંતિપૂર્ણ રીતે વિરોધ થવો જોઈએ. નેશનલ હાઇવે પર ધરણા ન થવા જોઈએ. સિંહે કહ્યું કે હડતાલ દરમિયાન સવારે 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર કામમાં સામેલગીરી ન હોવી જોઈએ.

આ પણ વાંચો, Moon Mission: 2024માં ચંદ્ર પર પહેલીવાર મહિલા ડગ માંડશે, મિશન પર 2 લાખ કરોડ રૂપિયા થશે ખર્ચ

બીજી તરફ, દેશમાં ખેડૂતોના ઉદ્ધાર માટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલનો ગુજરાતમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ બિલને કાળો કાયદો ગણાવી ગુજરાત કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. આગામી 26 સપ્ટેમ્બર, 28 સપ્ટેમ્બર અને 2 ઓક્ટોબરે અલગ અલગ કાર્યક્રમો યોજી કોંગ્રેસ રાજ્યભરમાં વિરોધ નોંધાવશે.

આ પણ વાંચો, Rafale પર CAG રિપોર્ટ, કૉંગ્રેસે કહ્યું, હવે સમજમાં આવી ડીલની ક્રોનોલૉજીઆગામી 26 તારીખે સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પીક અપ ફોર ફાર્મસ સંબોધન કરશે. 28 તારીખે રાજ્યપાલને આવેદનપત્ર આપવા ગાંધીનગર તરફ કુચ કરશે. ત્યારબાદ 2 ઓક્ટોબરે તબક્કાવાર રાજ્યભરમાં દરેક જિલ્લામાં ખેડૂતોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું કે છેલ્લા 6 થી 7 મહિનાથી કોરોના સામે દેશ લડી રહ્યો છે. સરહદ પર ચીન સાથે તણાવની સ્થિતિ છે. તેવા સમયે મોદી સરકારે ખેડૂતો માટે બિલ લાવવાનો પ્રયાસ કર્યો છે. 6 વર્ષમાં ખેડૂતો માટે કર્જ માફીની વાત નથી કરી અને નવા નવા બિલ લાવવામાં આવી રહ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 25, 2020, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading