ઓન ડિમાન્ડ સપ્લાય કરવામાં આવતી હતી યુવતીઓ, આવી રીતે થયો પર્દાફાશ

ઓન ડિમાન્ડ સપ્લાય કરવામાં આવતી હતી યુવતીઓ, આવી રીતે થયો પર્દાફાશ
(પ્રતીકાત્મક તસવીર)

બે પોલીસ કોન્સ્ટેબલ નકલી ગ્રાહક બનીને ગયાં, WhatsApp કોલિંગના માધ્યમથી દેહવ્યાપારનો ગંદો કારોબાર ચાલતો હતો

 • Share this:
  રાજેન્દ્ર પ્રસાદ શર્મા, અલવરઃ રાજસ્થાન (Rajasthan)ના અલવર જિલ્લા (Alwar District)ના નીમરાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે દેહવ્યાપાર (Prostitution) માટે ઓન ડિમાન્ડ યુવતીઓ સપ્લાય કરતી એક ટોળકીનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી ઘણા સમયથી આ ગંદા ગંધાને અંજામ આપી રહી હતી. પોલીસે આ મામલામાં બે યુવતીઓ સહિત 6 લોકીની પીટા એક્ટ (PITA act) હેઠળ ધરપકડ કરી છે. તેમાં એક દલાલ અને હોટલ-રેસ્ટોરાં સંચાલક પણ સામેલ છે. કાર્યવાહી બાદ આ પ્રકારના ધંધામાં સામેલ લોકોમાં ડરનો માહોલ ઊભો થઈ ગયો છે.

  નીમરાણાના ડીએસપી લોકેશ મીણાએ જણાવ્યું કે, પીટા એક્ટની કાર્યવાહીને બુધવારે હાથ ધરવામાં આવી. અહીં દેહવ્યાપાર માટે યુવતીઓની ઓન ડિમાન્ડ સપ્લાય કરનારી ગેન્ગ સક્રિય હતી. આ વિશે ઇન્ફોર્મર તરફથી સૂચના મળતા પોલીસે છટકું ગોઠવીને કાર્યવાહીને અંજામ આપ્યો. આ ગેન્ગ વોટ્સએપ કોલિંગના માધ્યમથી આ ગંદા કારોબારને ચલાવી રહ્યો હતો. પોલીસે બે કોન્સ્ટેબલને બોગસ ગ્રાહક બનાવીને આ ગેન્ગના દલાલોને વોટ્સએપ કોલિંગના માધ્યમથી યુવતીઓની ડિમાન્ડ કરી. તેની પર તેઓએ યુવતીઓના ફોટા મોકલી દીધા. બંને કોન્સ્ટેબલે યોજનાબદ્ધ રીતે તેમાંથી બે યુવતીઓને હોટલમાં બોલાવી. એક દલાલ બંને યુવતીઓને લઈ હોટલમાં પહોંચી ગયો. આ દરમિયાન છટકું ગોઠવીને બેઠેલી પોલીસે તેમને ઝડપી પાડ્યા.


  એક અન્ય રેસ્ટોરાંમાં પણ હાથ ધરાઈ કાર્યવાહી

  આ પણ વાંચો, હાઈવે પર મોડીરાત્રે કારમાં લાગી આગ, 35 વર્ષીય ડૉક્ટર જીવતા ભડથું

  એક અન્ય રેસ્ટોરાં પણ પીટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી. ત્યાં પણ વેશ્યાવૃત્તિ કરવામાં આવી રહી હતી. પોલીસે બંને કાર્યવાહીમાં બે યુવતીઓ સહિત 6 લોકોની પીટા એક્ટમાં ધરપકડ કરી છે.

  આ પણ વાંચો, મહિલાઓને ‘સેક્સ સ્લેવ’ બનાવનાર કથિત ‘સેલ્ફ હેલ્પ’ ગુરુ કીથ રેનિયરને 120 વર્ષની સજા

  ડીએસપી લોકેશ મીણાએ જણાવ્યું કે નેશનલ હાઇવે પર ચાલી રહેલા દેહવ્યાપારના ખેલને મૂળમાંથી ઉખાડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે હેઠળ સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા રાજસ્થાનના એક જિલ્લાઓમાં પીટા એક્ટની કાર્યવાહી કરી આ પ્રકારની ગેન્ગોનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 29, 2020, 10:57 am

  ટૉપ ન્યૂઝ