સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ ચલાવતી મળી યુવતીઓ, નકલી ગ્રાહક મોકલીને દેહ વ્યાપારનો કર્યો પર્દાફાશ

રેક્સરેકેટમાંથી પકડાયેલી યુવતીઓ

Rajasthan crime news: પોલીસે બાતમીના આધારે પુષ્કરના (Pushkar crime news) બુદ્ધા રિલેક્સ સ્પા નામ ઉપર દેહ વ્યાપાર (prostitution caught in spa center) ચાલી રહ્યું છે. પોલીસે દિલ્હી (delhi), હરિયાણા (haryana), ઉત્તર પ્રદેશ (uttar pradesh), મધ્ય પ્રદેશની (Madhya pradesh) યુવતીઓને ઝડપી હતી.

  • Share this:
    અજમેરઃ રાજસ્થાનની (Rajasthan news)અજમેર પોલીસે પુષ્કરમાં (Ajmer Police) સ્પાના આડમાં (raid on spa center) ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે પુષ્કરના બુદ્ધા રિલેક્સ સ્પા નામ ઉપર દેહ વ્યાપાર (prostitution caught in spa center) ચાલી રહ્યા છે. આ અંગે પ્રશિક્ષુ આઈપીએસ સુમિત અને પુષ્કર પોલીસ અધિકારી મહાવીર શર્માએ એક બોગસ ગ્રાહકને સ્પા સેન્ટરમાં મોકલ્યો હતો. જ્યારે સ્પા સેન્ટરમાં દેહવેપારની ખરાઈ થઈ ત્યારે પોલીસે છાપો માર્યો હતો. પોલીસે વેશ્યાવૃત્તિમાં જોડાયેલી 6 યુવતીઓ સાથે સ્પા મેનેજર યોગેશ માળી અને એક અન્ય કર્મચારીને પીટા એક્ટ હેઠળ ધરપકડ કરી હતી. સેક્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે મહિલા કોન્સ્ટેબલ અને બાળક સાથેના અશ્લીલ વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવેલી આરએસપી હીરાલાલ સૈની પુષ્કરના જ રિસોર્ટમાં રોકાયો હતો. ત્યાં ગત જુલાઈમાં તેમનો વીડિયો બનાવ્યો હતો.

    પુષ્કર પોલીસ સ્ટેશન અધિકારી મહાવીર શર્માના જણાવ્યા પ્રમાણે બુદ્ધા રિલેક્સ સ્પામાં ગત સમયથી સ્પાની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની ફરિયાદ મળી રહી હતી. ત્યારબાદ શુક્રવારે સાંજે સ્પામાં બોગસ ગ્રાહક મોકલ્યા હતા.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ હત્યાનો live video, મિત્રએ જ મિત્ર ઉપર છરી વડે હુમલો કરી ઉતાર્યો મોતને ઘાટ

    ગ્રાહકે આરોપી મેનેજર સાથે દેહ વ્યાપાર માટે યુવતીનો સોદો પણ કર્યો હતો. ત્યારબાદ બોગસ ગ્રાહકના ઇશારા બાદ પોલીસે સ્પામાં છાપો માર્યો હતો. વજ્યાં પોલીસે આરોપીઓના મોબાઈલ ફોન જપ્ત કરી લીધા હતા. પ્રાપ્ત જાણકારી અનુસાર ધરપકડ થયેલી યુવતીઓ અન્ય રાજ્યોમાંથી પુષ્કર બોલાવવામાં આવતી હતી.

    આ પણ વાંચોઃ-શરમજનક કિસ્સોઃ પતિએ પત્ની સાથે સતત અપ્રાકૃતિક શરીર સંબંધ બનાવવાનું શરું કર્યું, કારણ કે...

    દિલ્હી, હરિયાણાની રહેનારી યુવતીઓ
    પોલીસસ્ટેશન અધિકારી મહાવીરના જણાવ્યા પ્રમાણે સ્પા સેન્ટરમાંથી ઝડપાયેલી યુવતીઓ દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશની રહેનારી છે. સાથે જ સ્પા સેન્ટર મેનેજર અજમેર નિવાસી યોગેશ માળી અને તેના કર્મચારી મોનીની પોલીસે અટકાયત કરી છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોલામાં થયેલી હત્યાનો આરોપી રાજા કેવટ ઝડપાયો, માથાભારે રાજાનો આવો છે ગુનાહિત ઇતિહાસ

    પોલીસે શનિવારે દરેક આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યો છે કે પાલી નિવાસી મનોજર કુમાર સ્પા માટે દુકાન ભાડે રાખી હતી. પોલીસના દરોડાની કાર્યવાહી દરમિયાન તે સ્પામાં ન્હોતો. પોલીસની આ કાર્યવાહીથી પુષ્કર અને આસપાસની હોટલ વ્યવસાયીઓમાં હડકંપ મચી ગયું છે. આગામી દિવસોમાં આ પ્રકારની કાર્યવાહી થવાની સંભાવના છે.
    Published by:ankit patel
    First published: