Home /News /national-international /

મહિલાએ કરોડો રૂપિયામાં ખરીદ્યું આલિશાન ઘર, દરવાજા ખોલી અંદર જતા જ મળ્યું 'જીવતું નરક'

મહિલાએ કરોડો રૂપિયામાં ખરીદ્યું આલિશાન ઘર, દરવાજા ખોલી અંદર જતા જ મળ્યું 'જીવતું નરક'

બહારથી ખુબસુરત દેખાતુ ઘર અંદરથી ડરાવી દે તેવું છે (Credit: Realtor.com/PPMLS)

મહિલાએ જ્યારે ઘર ખોલી જોયું તે ચોંકી ગઈ, અંદર મરેલી બિલાડીઓ, દિવાલો પર ગંદી ગાળો સિવાય...

  સંપત્તિ ખરીદવી અને વેચવી બંને એકદમ કંટાળાજનક પ્રક્રિયા છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ મિલકત ખરીદો છો અને તમને સસ્તામાં મળી રહી છે, તો તેને સારી રીતે તપાસી લેવી જોઈએ. અમે તમને એ પણ સલાહ આપીશું કે, ઘર ભાડે આપતા પહેલા ભાડુઆત વિશે બરોબર વેરિફિકેશન કરી લેશો., નહીં તો ઉલમાંથી ચૂલમાં પડી શકો છો. અમેરિકાની એક મહિલા સાથે પણ આવું જ કઈંક બન્યું છે. તેના મકાનમાં રહેતી એક ભાડુઆતે ઘરની એવી હાલત કરી કે, તે જોતા જ મકાન માલિકના હોશ ઉડી ગયા. આ મહિલા કરતાં પણ વધારે ખરાબ હાલત તેની થઈ, જેણે આ મકાન 4 કરોડથી વધારે રૂપિયા ચૂકવી ખરીદ્યું છે.

  ઘર ખૂબ જ શાનદાર છે, પરંતુ તેની અંદર પ્રવેશ કરતા જ, ત્યાં ડગલેને પગલે એવી વસ્તુઓ જોવા મળી કે, ખરીદદારને અહેસાસ થયો કે, તેનાથી ખુબ મોટી ભૂલ થઈ ગઈ છે. અહીં જુના મકાનમાલિક સાથે ભાડુઆતને વિવાદ થતા ભઆઢઉઆતે મકાનની દુર્દશા કર દીધી હતી. દિવાલો પર મોટી-મોટી ગાળો લખવામાં આવી હતી, તેણે ઘરમાં તોડ-ફોડ કરવાની સાથે કેટલીક ડરામણી વસ્તુઓ પણ મુકી હતી. આસ-પાસ રહેતા લોકો પણ અહીં આવી શકતા ન હતા.

  આ પણ વાંચોVideo: કાનમાં ખંજવાળથી પરેશાન મહિલા હોસ્પિટલ પહોંચી, માઇક્રોસ્કોપથી જોયું તો ડોક્ટરની આંખો પહોંળી થઈ ગઈ

  મરેલી બિલાડીઓ અને દુનિયાભરની ગંદકી

  અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં 5 બેડરૂમની સંપત્તિની અંદર દિવાલો પર અપશબ્દો ભર્યા સંદેશા લેખેલા છે. આ ઘરના માલિકે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે, જ્યારે તે અહીં પહોંચી ત્યારે તેને કાર્પેટથી લઈ દિવાલો સુધીની તમામ જગ્યા પર ગંદકી અને ગાળો જોવા મળી હતી. દરેક જગ્યાએ સ્પ્રે પેઇન્ટ વડે વિકૃત ભાષામાં અપશબ્દો લખાયેલા હતા. આટલું જ નહીં ઘરના એક ઓરડામાં મૃત બિલાડીઓ પડી હતી. ઘરમાં રહેતી મહિલા એક એનિમલ રેસ્ક્યૂમાં કામ કરતી હતી અને તેજ તેને અહીં લાવી હશે.

  ઘરમાં દરેક ખુણે-દિવાલે કલર સ્પ્રેથી કઈંકને કઈક લખ્યું છે. (Credit: Realtor.com/PPMLS)


  ઘર વેચતી વખતે બતાવવામાં આવ્યું 'નરકનો ટુકડો'

  રિયલ એસ્ટેટ એજન્ટ મીમી ફોસ્ટરએ મિલકત બતાવતો એક YouTube વિડિઓ અપલોડ કર્યો. તેને તે દરેક મકાનમાલિકનું ખરાબ સપનું ગણાવ્યું છે. જાહેરાતમાં લખ્યું છે કે 'જો તમે આ નરકના ટુકડાને સ્વર્ગમાં ફેરવવાનું સ્વપ્ન જોવાનું વિચારી રહ્યા છો તો, તો જરા મોડુ ની કરશો. આ ઘર કમજોર હૃદયવાળા માટે નથી. આ ઘરની તસવીરો જોઈને કોઈ પણ ચોંકી જશે.

  આ પણ વાંચો - 'મા'ની મમતાનો ચમત્કાર! ડોક્ટરોએ હોસ્પિટલમાં બાળકને મૃત જાહેર કર્યો, ઘરે 'મા' મૃત બાળકને ઉઠાડતી રહી, અચાનક ચાલવા લાગ્યો શ્વાસ

  કરોડોમાં વેચાઈ સંપત્તિ

  આ મકાનમાં 5 બેડરૂમ, 3 કાર પાર્કિંગની જગ્યા, ખુલ્લું ટેરેસ અને બગીચો છે. ઘર ખૂબ જ સુંદર રહ્યું હશે. જો કે, આ સમયે મકાનમાલિક પોતે તેને નરક કહી રહી છે. તે એ વ્યક્તિ માટે પણ દુખી છે, જે આ ઘરમાં હવે આવશે. હાલમાં તેનું ઘર $ 5,90,000 એટલે કે 4.3 કરોડ રૂપિયામાં વેચાયું છે. આ ઘરની વર્ચુઅલ ટૂર લેનાર વ્યક્તિને અહીં આવ્યા પછી જ તેની સત્યતાનો ખ્યાલ આવશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: અમેરિકા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन