Home /News /national-international /પાકિસ્તાને આખરે કબુલાત કરી, કરાચીમાં જ છે દાઉદ, આતંકવાદીઓના લિસ્ટમાં નામ મુક્યું

પાકિસ્તાને આખરે કબુલાત કરી, કરાચીમાં જ છે દાઉદ, આતંકવાદીઓના લિસ્ટમાં નામ મુક્યું

પાકિસ્તાનમાં હાફિઝ સઇદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમની સંપત્તિઓ જપ્ત થશે

રિપોર્ટ પ્રમાણે સરકારે આ સંગઠનો અને તેમના આકાઓની બધી ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત કરવાનો અને તેમના બેંક ખાતા સીલ કરવાનો આદેશ આપ્યો

  ઇસ્લામાબાદ : FATFના ગ્રે લિસ્ટમાં બહાર આવવાના પ્રયત્ન અંતર્ગત પાકિસ્તાને (Pakistan)88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઇદ, (Hafiz Saeed)મસુદ અઝહર (Masood Azhar)અને દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim)સહિત તેમના આકાઓ પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. એક રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આતંકી સંગઠનો અને તેમના આકાઓની બધી સંપત્તિઓ જપ્ત કરવા અને બેંક ખાતા સીલ કરવાનો આદેશ આપ્યો છે. પેરિસ સ્થિત એફએટીએફે જૂન 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં મુક્યું હતું અને ઇસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્યયોજના લાગુ કરવા માટે કહ્યું હતું. કોવિડ-19ના કારણે આ સમય સીમા વધારી હતી.

  પાકિસ્તાન દુનિયા સામે ફરી એક ખુલ્લુ પડી ગયું છે. પાકિસ્તાને પ્રથમ વખત કબુલાત કરી છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ કરાચીમાં છે. પાકિસ્તાને આતંકીઓની એક નવી યાદી જાહેર કરી છે. જેમાં દાઉદનું નામ સામેલ છે. સરકારે 18 ઓગસ્ટે બે નોટિફિકેશન જાહેર કરીને 26/11 મુંબઈ હુમલાના ષડયંત્રકર્તા અને જમાત ઉદ દાવાના સરગના સઇદ, જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી.

  આ પણ વાંચો - અમેરિકાની કંપનીએ બનાવ્યો નવો મલમ, નાક પર લગાવતા જ ખતમ થઈ જાય છે કોરોના

  પાકિસ્તાની અખબાર ‘ધ ન્યૂઝ’ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની સરકારે હાલમાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરેલી નવી યાદીમાં આતંકવાદી સમૂહના 88 આકાઓ અને સદસ્યો પર પ્રતિબંધ લગાવ્યો છે. અધિસૂચનાઓમાં ધોષિત પ્રતિબંધ જમાત ઉદ દાવા, જૈશ એ મોહમ્મદ, તાલિબાન દાએશ, હક્કાની સમૂહ, અલકાયદા અને અન્ય પર પ્રતિબંધ લગાવ્યો છે.
  " isDesktop="true" id="1015351" >

  રિપોર્ટ પ્રમાણે સરકારે આ સંગઠનો અને તેમના આકાઓની બધી ચલ અને અચલ સંપત્તિઓ જપ્ત કરવાનો અને તેમના બેંક ખાતા સીલ કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે હાફિઝ સઇદ, અઝહર, મુલ્લા ફજતુલ્લા (ઉર્ફે મુલ્લા રેડિયો), જકીઉર રહમાન લખવી, મુહમ્મદ યહ્યા મુજાહિદ, અબ્દુલ હકીમ મુરાદ, નૂર વલી મહસુદ, ઉઝબેકિસ્તાન લિબરેશન મૂવમેન્ટના ફઝલ રહીમ શાહ, તાલિબાન નેતા જલાલુદ્દીન હક્કાની, ખલીલ અહમદ હક્કાની તખા ઇબ્રાહિમ અને તેના સહયોગી યાદીમાં છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Dawood Ibrahim, FATF, Masood-azhar, આતંકી, પાકિસ્તાન, હાફિઝ સઇદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन