ઇન્દોર : મધ્ય પ્રદેશના (madhya pradesh)ઇન્દોરમાં (Indore)સુખી સંપન્ન પરિવારની એક પરિણીત મહિલા પોતાના પતિને છોડીને 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર (Auto Driver)સાથે ભાગી ગઈ હતી. પતિને છોડીને 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર સાથે ભાગે ગયેલી પત્ની હવે ઘરે પરત ફરી છે. તેના માથેથી પ્રેમનું ભૂત ઉતરી ગયું અને હવે તે પોતાના પતિ સાથે રહેવા માંગે છે. ઘરેથી 47 લાખ રૂપિયા લઇને ભાગી ગઇ હતી તેમાંથી તેણે 13 લાખ રૂપિયા પોતાની પ્રેમી સાથે ફરવામાં અને મોજ કરવામાં ખર્ચ કરી દીધા હતા. બાકી પૈસા તેના પ્રેમીના મિત્રો પાસેથી પહેલા જ મેળવી લીધા છે.
ઇન્દોરના ખજરાના વિસ્તારમાં રહેતા એક કરોડપતિની પત્ની 26 દિવસ પહેલા ઘરમાંથી 47 લાખ રૂપિયા લઇને ફરાર થઇ ગઈ હતી. મહિલાની ઉંમર લગભગ 45 વર્ષ છે. તેના પતિનું કહેવું હતું કે તે પોતાનાથી લગભગ 13 વર્ષ નાના રિક્ષા ડ્રાઇવર પ્રેમી સાથે ભાગી ગઈ છે. સાથે ઘરમાંથી લાખો રૂપિયા, ઘરેણા પણ લઈ ગઈ છે. પોલીસે જ્યારે તપાસ કરી તો શંકાના આધારે રિક્ષા ડ્રાઇવર ઇમરાનના બે મિત્રોની પૂછપરછ કરી હતી. તેમની પાસેથી લગભગ 30 લાખ રૂપિયા મળ્યા હતા. આ એ જ રૂપિયા હતા જે પ્રોપર્ટી બ્રોકરની પત્ની ઘરેથી લઇ ગઈ હતી. જોકે રિક્ષા ડ્રાઇવરની ભાળ મળી ન હતી. હવે અચાનક 26 દિવસ પછી મહિલા પોતાના ઘરે પરત ફરી છે.
પોલીસના ઘણા પ્રયત્નો પછી પ્રેમી યુગલની ભાળ મળી ન હતી. જોકે સોમવારે રાત્રે અચાનક મહિલા પોતાના ઘરે પહોંચી હતી. જોકે આ દરમિયાન તે એકલી હતી. તેની પાસે મોંઘા ઘરેણા હતા પણ રોકડા રૂપિયા ન હતા. પોલીસે જ્યારે મહિલાની પુછપરછ કરી તો તે સતત પોતાના નિવેદનો બદલી રહી હતી. તેણે પોતાની સાથે કોઇ અન્ય યુવક હોવાની વાતથી ઇન્કાર કર્યો હતો. મહિલા રિક્ષા ડ્રાઇવર ઇમરાનને બચાવવા માંગતી હતી.
સૂત્રોના મતે પોલીસની કડકાઇ પછી મહિલાએ સાચી વાત જણાવી હતી. મહિલાએ જણાવ્યું કે તે પોતાના પતિથી પરેશાન હતી અને ઇમરાન સાથે પોતાના સંબંધો વધી રહ્યા હતા. જેથી બંનેએ એકસાથે ભાગવાનો નિર્ણય કર્યો હતો. બંને શહેર બદલી-બદલીને ફરી રહ્યા હતા. જોકે હવે પૈસા ખતમ થવા લાગ્યા તો ઇમરાને મહિલાને અજમેરથી એક બસમાં ઇન્દોર રવાના કરી દીધી હતી. મહિલા પરત ફર્યા પછી પણ પરિવાર તેને સાથે રાખવા માટે રાજી થઇ ગયો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર