સિદ્ધાંતો ખાતર પાર્ટી લાઈન વિરુદ્ધ ઉભા થઈ ગયા હતા સોમનાથ ચેટરજી

News18 Gujarati
Updated: August 13, 2018, 10:04 AM IST
સિદ્ધાંતો ખાતર પાર્ટી લાઈન વિરુદ્ધ ઉભા થઈ ગયા હતા સોમનાથ ચેટરજી
ફાઈલ ફોટો

સોમનાથ દાનો જન્મ 25 જુલાઈ 1929ના રોજ આસામના તેજપુરમાં થયો હતો. સોમનાથ ચેટર્જીનું સોમવારે સવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે.

  • Share this:
ભારતીય રાજનીતિમાં સોમનાથ દા છે જેમણે દેશના મહત્વપૂર્ણ પદોની જવાબદારી આપવા માટે અલગ-અલગ વિચારો ધરાવતા રાજનાતિક દળોમાં પણ સહમતી બની જતી હતી. કઈંક આવા જ હતા સોમનાથ ચેટરજી. વર્ષ 1968થી રાજનૈતિક જીવન શરૂ કરનારા સોમનાથ દાનો જન્મ 25 જુલાઈ 1929ના રોજ આસામના તેજપુરમાં થયો હતો. સોમનાથ ચેટરજીનું સોમવારે સવારે 89 વર્ષની ઉંમરે નિધન થયું છે.

કોલકત્તામાં શરૂઆતનો અભ્યાસ પૂર્ણ કરનારા સોમનાથ દાએ પ્રેસિડેંસી કોલેજ અને પછી કોલકાતા વિશ્વ વિદ્યાલયમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. આ સાથે તેમણે કેબ્રિઝના જીસસ કોલેજમાંથી વર્ષ 1952માં ગ્રેજ્યુએશન અને પછી વર્ષ 1957માં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. તેમણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન બંને કાયદાના વિષયમાં કર્યું. તેમણે સક્રિય રાજનીતિમાં આવ્યા પહેલા કોલકાતા હાઈકોર્ટમાં વકિલાત પણ કરી.

વર્ષ 1968માં સોમનાથ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડીયા (માર્ક્સ)માં સામેલ થયા. વર્ષ 1971માં તે CPIMના સમર્થનથી નિર્દલીય સાંસદ બન્યા. સોમનાથ 9 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. માત્ર 1984માં તે મમતા બેનર્જી સામે જાધવપુર બેઠકથી હારી ગયા હતા. ત્યારબાદ ફરી વર્ષ 1989થી વર્ષ 2004 સુધી જીતનો સીલસીલો ચાલુ રહ્યો. વર્ષ 2004માં તે 14મી લોકસભામાં 10મી વખત સાંસદ તરીકે ચૂંટાયા. સોમનાથ પૂર્ણ સહમતિથી લોકસભા અધ્યક્ષ બન્યા. વર્ષ 1996માં સોમનાથ દાને ઉતકૃષ્ટ સાંસદનો પુરસ્કાર મળ્યો.

વર્ષ 2008માં અમેરિકા સાથે પરમાણુ સંધિના મુદ્દા પર વામદળે કોંગ્રેસ UPAમાંથી સમર્થન પાછુ ખેચવાની પ્રક્રિયા શરૂ કરી તો પાર્ટીએ પોતાના લીસ્ટમાં સોમનાથનું નામ પણ સામેલ કર્યું. જોકે, લોકસભા અધ્યક્ષના પદ પર બિરાજમાન વ્યક્તિ કોઈ દળનો ના હોઈ શકે. આ મુદ્દે સોમનાથ ચેટર્જી પણ પાર્ટી લાઈન વિરુદ્ધ ગયા હતા. પાર્ટીના આદેશોને નજર અંદાજ કરી તે સ્પીકર પદ પર બનેલા રહ્યા હતા. ત્યારબાદ CPIMએ પાર્ટીના અનુશાસનનું પાલન ન કરવાનો આરોપ લગાવી તેમને પાર્ટીમાંથી નીકાળી દીધા.

સોમનાથે પોતાના નિષ્કાસન બાદ કહ્યું હતું કે, આ તેમના માટે સૌથી મોટો દુખનો દિવસ હતો. તેમણે સલાહ આપી કે, ભવિષ્યના સ્પીકર પોતાના દળમાંથી રાજીનામું આપી આ પદ પર બેસે. વર્ષ 2009માં તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લઈ લીધો. પોતાના અધ્યક્ષીય કાર્યકાળમાં સોમનાથ ચેટરજીએ લોકસભાના શૂન્યકાળનું લાઈવ પ્રસારણ કરાવ્યું. વર્ષ 2006માં લોકસભાનું પ્રસારણ 24 કલાક સુધી કરવામાં ચાલુ થયું.
First published: August 13, 2018, 10:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading