પોલીસની નોકરીથી લઈને CM કમલનાથના OSD સુધી, જાણો કોણ છે પ્રવીણ કક્કડ

News18 Gujarati
Updated: April 7, 2019, 12:08 PM IST
પોલીસની નોકરીથી લઈને CM કમલનાથના OSD સુધી, જાણો કોણ છે પ્રવીણ કક્કડ
કોંગ્રેસના ખૂબ નિકટતમ મનાતા પ્રવીણ કક્કડે લાંબો સમય પોલીસ સેવામાં પસાર કર્યો, રાષ્ટ્રપતિ મેડલથી થયા છે સન્માનિત

કોંગ્રેસના ખૂબ નિકટતમ મનાતા પ્રવીણ કક્કડે લાંબો સમય પોલીસ સેવામાં પસાર કર્યો, રાષ્ટ્રપતિ મેડલથી થયા છે સન્માનિત

  • Share this:
મધ્ય પ્રદેશના મુખ્યમંત્ર કમલનાથના અંગત સચિવ પ્રવીણ કક્કડના ઘરે ઇન્મક ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કક્કડના ઇન્દોર સ્થિત ઘરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ન્યૂઝ18 આપને જણાવી રહ્યું છે કે પ્રવીણ કક્કડ કોણ છે અને તેઓ મુખ્યમંત્રી કમલનાથના અંગત સચિવ કેવી રીતે બન્યા.

મૂળે, પૂર્વ પોલીસ અધિકારી પ્રવીણ કક્કડે લાંબો સમય પોલીસ સેવામાં પસાર કર્યો છે, તેઓ રાષ્ટ્રપતિ મેડલથી પણ સન્માનિત છે. જીવાજી વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્ર વિષયમાં એમએ ગોલ્ડ મેડલિસ્ટ કક્કડ અનકે સામાજિક સંગઠનોના માધ્યમથી સેવા કાર્યોમાં સક્રિય રહે છે.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશ: CM કમલનાથના ભત્રીજા અને OSDના 50 ઠેકાણાઓ પર ઇન્કમ ટેક્સના દરોડા

કક્કડ કોંગ્રેસ નેતાઓના ખૂબ જ નિકટ હોવાનું કહેવાય છે. 2004થી 2011 સુધી કેન્દ્રીય મંત્રી રહેલા કાંતિલાલ ભૂરિયાના OSDના રૂપમાં પણ તેઓએ કામ કર્યું છે. તેમને કેન્દ્રીય કૃષિ, કન્ઝૂમર અફેર્સ મામલાઓ અને આદિવાસી મામલાઓના મંત્રાયમાં કાર્ય કરવાનો પણ અનુભવ છે.

વર્ષ 2011માં કાંતિલાલ ભૂરિયાને મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા બાદ પ્રવીણ કક્કડે પ્રદેશ કોંગ્રેસના ચૂંટણી પ્રબંધન અને અન્ય કાર્યોને ખૂબ જ સારી રીતે પૂરા કર્યા. ચૂંટણી પ્રબંધનમાં તેમની દક્ષતાના કારણે જ 2015માં કોંગ્રેસે ઝાબૂઆ લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસે વિજય મેળવી. મોદી લહેરના સમયમાં તે સીટ પર જીત મેળવવવી સરળ નહોતી.

તેઓ કાંતિલાલ ભૂરિયાના ખૂબ જ નિકટતમ માનવામાં આવે છે. ત્યારબાદથી કમલનાથની પણ નિકટતા સધાઈ ગઈ. તેઓએ પ્રવીણ કક્કડની ચૂંટણી રણનીતિ અને પ્રબંધનને સમજી અને તેમને પોતાના અંગત સચિવ બનાવી લીધા હતા. તેઓને 2018માં કોંગ્રેસની ચૂંટણી પ્રબંધન સમિતિમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેઓ એમપી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના વો રૂમના પ્રભારી હતા.
First published: April 7, 2019, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading