Home /News /national-international /

Western Sydney University : પ્રોફેસરે ઓનલાઇન ક્લાસ દરમિયાન કરી દીધી એવી હરકત, નોકરી પરથી હાથ ધોવાનો આવ્યો વારો

Western Sydney University : પ્રોફેસરે ઓનલાઇન ક્લાસ દરમિયાન કરી દીધી એવી હરકત, નોકરી પરથી હાથ ધોવાનો આવ્યો વારો

ઓસ્ટ્રેલિયામાં પ્રોફેસરે ઓનલાઇન ક્લાસ દરમિયાન ભૂલથી એડલ્ટ કોન્ટેન્ટ પ્લે કર્યુ

વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી (Western Sydney University, Australia) ના એક પ્રોફેસરે (Professor played adult content on online class in Zoom) આકસ્મિક રીતે ઝૂમ કૉલ પર બાળકોની સામે એડલ્ટ કોન્ટેન્ટ બતાવી દીધું.

    જ્યારથી કોરોનાવાયરસ રોગચાળો (Coronavirus Pandemic)  શરૂ થયો છે, લોકોએ નોકરીથી લઈને અભ્યાસ સુધી બધુ જ ઓનલાઈન શરૂ કર્યું છે. શરૂઆતમાં તો લોકોને મજા આવી કારણ કે તેઓને ઘરે (Work from home) આરામથી કામ કરવાનો મોકો મળતો હતો, પરંતુ જ્યારે તેમને ઓનલાઈન ક્લાસ અથવા કામની મુશ્કેલીઓ વિશે જાણ થઈ ત્યારે લોકો પરેશાન થવા લાગ્યા. આવી જ એક મુશ્કેલી એ છે કે લોકો ઘણી વખત ઓનલાઈન કૉલ દરમિયાન તેમના વીડિયોને સ્વિચ ઑફ (Professor forget to switch off camera) અથવા મ્યૂટ કરવાનું ભૂલી જાય છે અને એવી વસ્તુઓ દરેકને દેખાય જાય છે જે દેખાવી ન જોઇએ.

    તાજેતરમાં, ઑસ્ટ્રેલિયામાં કંઈક આવું જ બન્યું જ્યારે વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીના પ્રોફેસરે આકસ્મિક રીતે ઝૂમ કૉલ પર બાળકોની સામે આશ્ચર્યજનક વસ્તુ બતાવી . ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ યુનિવર્સિટીના પ્રોફેસર ઝૂમ કોલ પર ક્લાસ લઈ રહ્યા હતા. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના વર્ગો ચાલુ હતા. લેક્ચરમાં બે પ્રોફેસરો અને બાળકો સામેલ હતા. લાંબો સમય ભણાવ્યા પછી એક પ્રોફેસરે થોડો સમય બ્રેક લેવાનું નક્કી કર્યું.

    આ પણ વાંચો - Corona Update : ચીનમાં બે વર્ષમાં સૌથી વધુ કોરોના કેસ, 20 મિલિયન લોકો ઘરોમાં બંધ

    તેની ભૂલ એ હતી કે બ્રેક લેતી વખતે તેણે પ્રેઝન્ટેશનનો વિકલ્પ બંધ કર્યો ન હતો અને ન તો તેણે પોતાનો કેમેરા બંધ કર્યો હતો. બ્રેક શરૂ થતાં જ અચાનક તેણે એડલ્ટ વેબસાઈટ ખોલી જેમાં એડલ્ટ કન્ટેન્ટ ક્રિએટર્સ સંબંધિત વીડિયો દેખાઈ રહ્યા હતા. પ્રેઝન્ટેશનનો વિકલ્પ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓને સ્ક્રીન પણ દેખાતી હતી. આ બધું જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા.

    આ પણ વાંચો - અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા કોરોના સંક્રમિત, PM મોદીએ લખી આ વાત

    અહેવાલો અનુસાર, એક વિદ્યાર્થીના પિતાએ વેબસાઈટ સાથે વાત કરતા જણાવ્યું કે તેમની પુત્રી આનાથી ખૂબ જ ગુસ્સે અને દુઃખી છે. તે કોલેજમાંથી પોતાનું નામ કપાવવા માંગે છે. પિતાનું કહેવું છે કે પુત્રી તેના પ્રોફેસરને તેના માતા-પિતાના પદ સમાન માને છે અને તેના આવા કૃત્યથી તે ખૂબ જ દુઃખી છે. જ્યારે આ સમાચાર યુનિવર્સિટી પ્રશાસન સુધી પહોંચ્યા તો બધા ચોંકી ગયા. કોલેજમાં 2015થી અંગ્રેજી ભણાવતા પ્રોફેસરને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
    Published by:Bhavyata Gadkari
    First published:

    આગામી સમાચાર