Home /News /national-international /

UPમાં રખડતા ઢોરની સમસ્યા પર કાબૂ મેળવી લેવાયો : યોગી આદિત્યનાથ

UPમાં રખડતા ઢોરની સમસ્યા પર કાબૂ મેળવી લેવાયો : યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ (ફાઇલ તસવીર)

 "રખડતા ઢોર માટે રાજ્ય સરકાર ખાસ અભિયાન ચલાવી રહી છે. મારું માનવું છે કે અમારું આ અભિયાન સફળ રહેશે."

    લખનઉ : લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશમાં રખડતા ઢોરની સમસ્યાને કારણે ભારતીય જનતા પાર્ટીએ નુકસાન વેઠવું પડી શક્યું હોત. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો હતો ખેડૂતો પરેશાન થઈ ગયા છે. જોકે, આ મામલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે તેમની સરકાર આ સમસ્યાનો સારો ઉકેલ શોધી શકી છે.

    નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા ચૂંટણી મુદ્દો બન્યો હતો. જોકે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું કહેવું છે કે આ સમસ્યાને કારણે પાર્ટીનો કોઈ નુકસાન નહીં થાય.

    બુધવારે ગોરખપુર ખાતે નેટવર્ક 18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે ખાસ વાતચીત કરતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, "રખડતા ઢોર માટે રાજ્ય સરકાર ખાસ અભિયાન ચલાવી રહી છે. મારું માનવું છે કે અમારું આ અભિયાન સફળ રહેશે."

    યોગી આદિત્યનાથે રખડતા ઢોરની સમસ્યાના સમાધાન માટે સરકારે લીધેલા પગલાં વિશે જણાવ્યુ હતુ કે, તેમની સરકાર એક એવો વિચાર લઈને આવી હતી, જે પ્રમાણે કોઈ પણ વ્યક્તિ રખડતાં ઢોરોને પોતાની પાસે રાખી શકે છે. રાજ્યમાં આશરે 3.5 લાખ રખડતાં પશુઓ છે. જે લોકો રખડતાં ઢોર સાચવશે તેને સરકાર મહિને રૂ. 900ની સહાય કરશે. આ ઉપરાંત પશુ ડોક્ટોરો દર મહિને આવા પશુઓની તપાસ કરશે.



    યોગી આદિત્યનાથે ઇન્ટરવ્યૂ દરમિયાન ફરી ફરીને એ વાત કરી હતી કે, "અમે આ બધા માટે પૈસા ચુકવીશું."

    નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી દરમિયાન ઉત્તર પ્રદેશમાં વિપક્ષોએ રાજ્યમાં રખડતા ઢોરનો મુદ્દો જોરશોરથી ઉઠાવતા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. મિરઝાપુર ખાતે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરતા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, "થોડા દિવસ પહેલા એક આખલો હેલિપેટ તરફ દોડી આવ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે તે સીએમને મળવા આવ્યો હતો. જો રાજ્યમાં રખડતાં ઢોરને કારણે એક પણ વ્યક્તિ જીવ ગુમાવશે તો આ માટે સીએમ સામે ફરિયાદ દાખલ થવી જોઈએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Stray cattle, Yogi adityanath, અખિલેશ યાદવ, ઉત્તરપ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन