ચીનથી ફેલાયો કોરોના વાયરસ? જલ્દી જાહેર થવાનો છે WHOનો રિપોર્ટ

ફાઇલ તસવીર

શરૂઆતમાં આ રિપોર્ટને બે ભાગમાં સાર્વજનિક કરવાનો હતો. ફેબ્રુઆરી મહિનામાં નાના સ્વરૂપમાં અને પછી વ્યાપક રૂપમાં. જોકે હવે બંને રિપોર્ટને એકસાથે પબ્લિશ કરવામાં આવશે

 • Share this:
  નવી દિલ્હી : દુનિયામાં કોવિડ-19 વાયરસ (Covid-19)ફેલાયા પછી એ સવાલ ઉભો થઈ રહ્યો છે આખરે મહામારી ક્યાંથી ફેલાઇ છે. આને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના (WHO)એક્સપર્ટ્સની ટીમે ચીનમાં તપાસ કરી છે. હવે WHOના ચીફ ટેડરોસ અધનોમે કહ્યું કે 15 માર્ચના સપ્તાહમાં આ રિપોર્ટ ગમે ત્યારે સાર્વજનિક કરવામાં આવી શકે છે.

  શરૂઆતમાં આ રિપોર્ટને બે ભાગમાં સાર્વજનિક કરવાનો હતો. ફેબ્રુઆરી મહિનામાં નાના સ્વરૂપમાં અને પછી વ્યાપક રૂપમાં. જોકે હવે બંને રિપોર્ટને એકસાથે પબ્લિશ કરવામાં આવશે. ટેડરોસે કહ્યું કે મને ખબર છે કે સંયુક્ત રાષ્ટ્રના સદસ્ય દેશ આ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીમ રિપોર્ટને અંતિમ રૂપ આપી રહી છે.

  આ પણ વાંચો - રાજ્યમાં કોરોના વાયરસના નવા 515 કેસ, આ 5 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નહીં

  ઉલ્લેખનીય છે કે ઘણા દેશોએ કોરોના વેક્સીન બનાવી લીધી છે. જોકે વાયરસની શરૂઆત ક્યાંથી થઇ? તેના પર સંશય યથાવત્ છે. ગત દિવસોમાં WHOની એક ટીમે કોરોનાને વુહાન લેબથી લીક થવાના દાવાને ફગાવી દીધો હતો જોકે WHOને શરુઆતના ડેટા ના આપવાના કારણે ચીન પર સવાલ ઉભા થવા લાગ્યા હતા.

  એક્સપર્ટ ટીમના એક સભ્યએ એ પણ દાવો કર્યો હતો કે એવા સંકેત મળ્યા છે કે વુહાનમાં કોરોનાનું આઉટબ્રેક દુનિયાને જે બતાવ્યું તેનાથી ઘણું મોટું હતું.
  Published by:Ashish Goyal
  First published: