મધર ટેરેસાની સંસ્થા ‘મિશનરીઝ ઓફ ટેરિટી’માંથી બાળકોને વેચવાનો મામલોએ ભારે જોર પકડ્યું છે. આ સમાચારો વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં મિશનીરઝ ઓફ ચેરિટીના બાળગૃહની તપાસના આદેશ આપ્યા છે.
મધર ટેરેસાની સંસ્થા ‘મિશનરીઝ ઓફ ટેરિટી’માંથી બાળકોને વેચવાનો મામલોએ ભારે જોર પકડ્યું છે. આ સમાચારો વચ્ચે કેન્દ્ર સરકારે દેશભરમાં મિશનીરઝ ઓફ ચેરિટીના બાળગૃહની તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ આ મામલાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારોને આદેશ કર્યો છે. મેનકા ગાંધીએ કહ્યું કે, દરેક રાજ્યો મહિનાની અંદર બાળગૃહ કેન્દ્રોનું રજિસ્ટ્રેશન કરાવે અને તેને સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોડવાની પ્રક્રિયા પુરી કરે. ઝારખંડની રાજધાની રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટીમાંથી બાળકો વેચવાનો મામલો બહાર આવ્યા પછી કેન્દ્રિય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે આ આદેશ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફેરફાર થયેલા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત દરેક બાળગૃહ કેન્દ્રોને સેન્ટ્ર એડોપ્શન રિસોર્સ ઓથોરિટી સાથે જોવું અનિવાર્ય છે. અત્યારના સમયમાં આશરે 4000 કેન્દ્ર કારા સાથે જોડાવાના બાકી છે. બીજી તરફ રાંચીમાં મિશનરિઝ ઓફ ચેરિટી દ્વારા સંચાલિત નિર્મલ હૃદય સંસ્થાની સિસ્ટર કોસીલિયા અને કર્મચારી અનિમા ઇંદરવાર સાથે બાળક ચોરી મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓએ બાળકોને ગેરકાયદે રીતે વેચવામાં પોતાની સંડોવણી હોવાનું સ્વીકારી લીધું છે.
મિશનરિઝ ઓફ ચેરિટીના કર્મચારી અનિમા ઇંદવારે પોલીને જમાવ્યું કે, આ પહેલા એ નક્કી થતું હતું કે, કયા દંપત્તીને બાળક વેચવાનું છે. જ્યારે બાળક જન્મ લે અને હોસ્પિટલમાંતી રિલિઝ થયા બાદ એક બે સપ્તાહ અંદર બાળકને વેચી દેતા હતા. જેમાં સિસ્ટર કોનસિલિયાની મંજૂરી રહેતી હતી.
અનિમાએ બતાવ્યું કે, યુપીના સૌરભ અગ્રવાલના સંબંધીના ઘરે કાર કરનાર મેડ મધુથી સંપર્ક થયો હતો. મધુ પાર્ટ ટાઇમ સદર હોસ્પિટલમાં ગાર્ડ તરીકે કામ કરતી હતી. તેણે જ સૌરભના સંબંધીઓને જણાવ્યું હતું કે, એક અપરીણિત યુવતી માતા બનવાની છે. એક 2018 બાળકે જન્મ આપ્યો હતો. ત્રણ મેના દિવસે તેને રજા આપવામાં આવી હતી.
સૌરભ 15 મેના દિવસે રાંચી આવ્યો અને અનિમાને 1.20 લાખ રૂપિયા આપીને બાળક લઇ ગયો હતો અનિમા જ્યાર ફસાવવા લાગી ત્યારે સૌરભને એવું કહીને યુપીથી બોલાવ્યો કે ફેમિલી કોર્ટમાં બાળકને રજૂ કરવાનું છે. જોકે, અત્યારે પોલીસ તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર