Home /News /national-international /

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં લાગ્યાં ભારત સમર્થિત બેનર, લખ્યું- મહાભારત એક ડગલું આગળ

પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં લાગ્યાં ભારત સમર્થિત બેનર, લખ્યું- મહાભારત એક ડગલું આગળ

ઇસ્લામાબાદમાં લાગેલા બેનર

બેનર પર લખવામાં આવ્યું હતું કે, આજે જમ્મુ-કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન, પીઓકે લઈશું. મને આશા છે કે દેશના વડાપ્રધાન અખંડ ભારતનું સપનું પૂરું કરશે.

    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારે અનેક જગ્યાએ ભારતના સમર્થનમાં બેનરો લાગ્યા હતા. આ બેનરોને લઈને પાકિસ્તાનની પોલીસ પરેશાન થઈ ગઈ છે. આ બેનરો પર શિવસેના નેતા સંજય રાઉતના સંદેશ લખેલા હતા. આ બેનરોને હટાવીને પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરી છે. બેનરના ઉપરના ભાગે લખ્યું હતું, "મહાભારત એક ડગલું આગળ."

    બેનર પર લખવામાં આવ્યું હતું કે, આજે જમ્મુ-કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન, પીઓકે લઈશું. મને આશા છે કે દેશના વડાપ્રધાન અખંડ ભારતનું સપનું પૂરું કરશે.

    નોંધનીય છે કે સોમવારે મોદી સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370ના એક ખંડને બાદ કરતા બીજા તમામ ખંડ રદ કરી નાખ્યા હતા. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચી દેવાની જાહેરાત કરી હતી. આ રાજ્યસભા અને મંગળવારે રાજ્યસભામાં સંકલ્પ પત્ર પસાર કર્યો હતો.



    પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરતા કહ્યું છે કે, "સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં જમ્મુ-કાશ્મીરની સ્થિતિને વિવાદાસ્પદ માનવામાં આવી છે. આથી ભારત સરકારનો આ નિર્ણય એકતરફી છે. પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરના લોકોને આ નિર્ણય સ્વીકાર્ય નથી."

    પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે, "કાશ્મીર વિવાદના બીજા પક્ષકાર તરીકે પાકિસ્તાન આર્ટિકલ 370માં બદલાવ કરવાના ભારતના નિર્ણયનો કાયદાકીય રીતે વિરોધ કરશે અને આ માટે તમામ પગલાં ભરશે. પાકિસ્તાન કાશ્મીરને લઈને પોતાના સંકલ્પ પર આજે પણ કાયમ છે. કાશ્મીરના રાજનીતિક, લોકતાંત્રિક અને નૈતિક વિકાસ માટે અમે લડતા રહીશું."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Article 35A, Article 370, Jammu and kashmir, પાકિસ્તાન

    આગામી સમાચાર