મેધા પાટકર જે શરણાર્થીઓના હક માટે લડી રહ્યા હતાં તેમણે જ કહ્યું, 'પાકિસ્તાન જાઓ'

News18 Gujarati
Updated: December 20, 2019, 8:05 AM IST
મેધા પાટકર જે શરણાર્થીઓના હક માટે લડી રહ્યા હતાં તેમણે જ કહ્યું, 'પાકિસ્તાન જાઓ'
મેધા પાટકર ભાટી માઇન્સમાં પાકિસ્તાની શરણાર્થીઓના કેમ્પમાં સુવિધાઓને લઈ લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યાં છે. (ફાઇલ તસવીર)

દિલ્હીના રાજઘાટ પર મેધા પાટકર સામે શરણાર્થીઓએ નારા લાગ્યા, 'પાટકર પાકિસ્તાન જાઓ'

  • Share this:
નવી દિલ્હી : નર્મદા બચાવો આંદોલન દ્વારા વિસ્થાપિત થયેલા લોકોના હક્કો માટે લડી રહેલાં મેધા પાટકર (Medha Patkar)ને પાકિસ્તાન (Pakistan)થી આવેલા હિન્દુ શરણાર્થીઓએ રાજઘાટ (Rajghat)પર ઘેરાવ કર્યો. મેધા પાટકર ભાટી માઇન્સમાં આ પાકિસ્તાની શરણાર્થીઓના કેમ્પમાં સુવિધાઓને લઈ સંઘર્ષ કરી રહ્યાં છે. પરંતુ ગુરુવારે જ્યારે રાજઘાટ પર મેધા પાટકરે જેએનયૂમાં સ્ટુડન્ટ્સ પર પોલીસની કાર્યવાહીને ખોટી પુરવાર કરી તો તમામ શરણાર્થી ભડકી ગયા અને 'પાટકર પાકિસ્તાન જાઓ'ના નારા લગાવવા લાગ્યા.

રાજઘાટ પર મેધા પાટકરનો વિરોધ

નોંધનીય છે કે, દિલ્હીના રાજઘાટમાં સંશોધિત નાગરિકતા કાયદોના પક્ષ (Citizenship Amended Act)માં ગુરુવારે પ્રદર્શન અને સભા કરવામાં આવી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોથી આવેલા હિન્દુ (Hindu) તથા અન્ય ધર્મોના શરણાર્થીઓએ આ કાયદાના પક્ષમાં સમર્થન કર્યું. પ્રદર્શન કરી રહેલા એક હિન્દુ શરણાર્થી મહિલા 'પાકિસ્તાને કાઢ્યા છે, ભારતે સંભાળ્યા છે' લખેલું પોસ્ટર હાથમાં લીધેલું હતું.

મેધા પાટકર લોકોને જણાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં કે નાગરિકતા કાયદો યોગ્ય નથી. પરંતુ જ્યારે મેધા પાટકર લોકોને આ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ તેમને સામે CAA યોગ્ય છે એ સમજાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે મેધા પાટકર ત્યાંથી જઈ રહ્યાં હતાં તો લોકોએ 'પાટકર પાકિસ્તાન જાઓ'ના નારા લગાવ્યા.

આ પણ વાંચો, Q&A: જાણો શું છે નાગરિકતા સંશોધન કાનૂન 2019 અને NRC

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અન્ય દેશોથી આવેલા હિન્દુ તથા અન્ય ધર્મોના શરણાર્થીઓએ નાગરિકતા કાયદાના પક્ષમાં સમર્થન આપ્યું.
બીજી તરફ, કેટલાક લોકો આ સંશોધિત નાગરિકતા કાયદો (CAA)ના અસ્તિત્વમાં આવ્યા બાદથી તેનો વિરોધ કરી રહ્યાં છે. સૌથી પહેલા નવી દિલ્હીના જામિયા નગર અને જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીમાં આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો જે હિંસક થઈ ગયો. ત્યારબાદ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. આ કાયદા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. દેશના અનેક રાજ્યોમાં આ દરમિયાન હિંસાના અહેવાલો છે.

આ પણ વાંચો, નાગરિકતા કાયદા પર બબાલ : BJPએ મનમોહન સિંહનો જૂનો વીડિયો જાહેર કર્યો, કહ્યું- એમની જ વાત માની
First published: December 20, 2019, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading