અરૂણ સિંહ, નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (UP Congress General Seceratary Priyanka Gandhi Vadra)ને લોધી રોડ (Lodhi Road) સ્થિત સરકારી નિવાસસ્થાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારબાદ એવી ચર્ચા ચાલી રહી હતી કે પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) શિફ્ટ થઈ જશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા ગાંધી દિલ્હી (Delhi)નો બંગલો ખાલી કરશે પરંતુ સંપૂર્ણપણે UP શિફ્ટ નહીં થાય, દિલ્હીમાં પરિવારની સાથે જ રહેશે.
સૂત્રોનું કહેવું છે કે પ્રિયંકા ઉત્તર પ્રદેશની પ્રભારી મહાસચિવ હોવાથી તેમણે પાર્ટીના કામો અને 2022ની ચૂંટણીની તૈયારી માટે અનેકવાર લખનઉ જવું પડશે તેથી ત્યાં પણ થોડા દિવસ રહેશે.
આ પણ વાંચો, માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકો માટે મોદી સરકાર લાવી રહી છે ખાસ યોજના, ફ્રીમાં થશે સારવાર
નોંધનીય છે કે, પ્રિયંકાને હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી તરફથી નોટિસ મોકલવામાં આવી છે, આ નોટિસમાં એવું પણ લખવામાં આવ્યું છે કે પ્રિયંકા ગાંધી પોતાના લોધી રોડ સ્થિત સરકારી બંગલા નંબર 35ને એક મહિનાની અંદર ખાલી કરે.
આ પણ વાંચો, શ્રીસંતનો ચોંકાવનારો ખુલાસોઃ મને આતંકીઓના વોર્ડમાં લઈ ગયા, 16-17 કલાક ટોર્ચર કરતા
શું પ્રિયંકા ગાંધીને આ વાતની પહેલાથી જાણ હતી?
કૉંગ્રેસ સૂત્રોનું માનીએ તો પ્રિયંકા ગાંધીને એ વાતની જાણકારી પહેલાથી હતી અથવા એમ કહેવાય કે બીજેપી સરકારની ઈચ્છા તે સમયે જ ખબર પડી ગઈ હતી જ્યારે ગાંધી પરિવારથી SPG સુરક્ષાને લઈ લેવામાં આવી હતી. ગાંધી પરિવારના નિકટતમ અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, SPG હટાવ્યા બાદથી એ વાતની ચર્ચા હતી કે સુરક્ષાના હિસાબથી પ્રિયંકા ગાંધીને લોધી રોડ પર સરકારી બંગલો આપવામાં આવ્યો હતો પરંતુ જ્યારે સુરક્ષા હટાવી દેવામાં આવી છે તો બંગલો પણ ખાલી કરાવી શકાય છે. આ દરમિયાન જ્યારે પ્રિયંકા ગાંધી લખનઉ પ્રવાસ પર ગઈ તો કૌલ હાઉસ ખાતે રોકાઈ. આ પ્રવાસ દરમિયાન તેઓ 4-5 કલાક ત્યાં રોકાઈ. સૂત્રો જણાવે છે કે તેઓએ નક્કી કર્યું છે કે તેઓ જ્યારે પણ લખનઉ આવશે કૌલ હાઉસ ખાતે જ રોકાશે.
Published by:Mrunal Bhojak
First published:July 02, 2020, 10:20 am