પ્રિયંકા ગાંધીનો આરોપ, 'હાર્દિક પટેલને BJP વારંવાર હેરાન કરે છે'

News18 Gujarati
Updated: January 19, 2020, 1:35 PM IST
પ્રિયંકા ગાંધીનો આરોપ, 'હાર્દિક પટેલને BJP વારંવાર હેરાન કરે છે'
પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું.

'હાર્દિકે પોતાના સમાજનાં લોકોનો અવાજ ઊઢાવ્યો, તેમના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી અને ખેડૂત આંદોલન કર્યું. જેને બીજેપી 'દેશદ્રોહ' કહે છે.'

  • Share this:
મુંબઇ : ગુજરાત કૉંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ રાજદ્રોહ કેસમાં કોર્ટમાં ગેરહાજર રહી કાનૂની કાર્યવાહીને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા વોરંટ ઇશ્યુ કરીને વિરમગામમાંથી ધરપકડ કરી હતી. જે મામલામાં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બીજેપી સરકાર પર પ્રહાર કર્યા છે. પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ટ્વિટ કરીને કહ્યું હતુ કે, 'યુવાનોનાં રોજગાર અને ખેડૂતોનાં હકની લડાઇ લડનારા યુવા હાર્દિક પટેલને બીજેપી વારંવાર હેરાન કરી રહી છે. હાર્દિકે પોતાના સમાજનાં લોકોનો અવાજ ઊઢાવ્યો, તેમના માટે નોકરીઓ માંગી, છાત્રવૃત્તિ માંગી અને ખેડૂત આંદોલન કર્યું. જેને બીજેપી 'દેશદ્રોહ' કહે છે.'

પ્રિયંકા ગાંધીના આ ટ્વિટનાં જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોર્ટનાં આદેશથી હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કાયદાકીય રીતે જ હાર્દિક પટેલની ધરપકડ કરી છે.

પ્રિયંકા ગાંધીએ રવિવારે એક ટ્વિટ કર્યું હતું.


નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન મામલે ગઇકાલે એટલે શુક્રવારે રાજદ્રોહ કેસમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે હાર્દિક પટેલની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે વિરમગામ નજીકની હાંસલપુર ચોકડીથી ધરપકડ કરી છે. પાટીદાર અનામત આંદોલન મામલે રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર ન રહેતા હાર્દિક પટેલ સામે બિનજામીનપાત્ર વોરંટ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : રાજદ્રોહ કેસ મામલે હાર્દિક પટેલની ધરપકડ, કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું હતું

કેમ હાર્દિક પટેલની ધરપકડ થઇ?વર્ષ 2016માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાસના કન્વીનર હાર્દિક પટેલ, કેતન પટેલ, દિનેશ બાંભણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ કરી છે. આ કેસની કાનૂની કાર્યવાહી સેશન્સ કોર્ટમાં ચાલે છે. સેશન્સ કોર્ટે અવલોકન કર્યું હતું કે હાઇકોર્ટની સુચના છતાં વારંવાર કોર્ટમાં તે ગેરહાજર રહે છે. તેથી તેની સામે બિનજામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કરવામા આવે છે. ગઇકાલની સુનાવણીમાં આ કેસમાં અન્ય આરોપીઓ ચિરાગ પટેલ અને દિનેશ બાભણીયા હાજર રહ્યા હતા. આજ રોજ કોર્ટમાં પાટીદાર આંદોલન વખતના ઉપસચિવની આજે ઉલટ તપાસ રાખવામા આવી હતી. જે આરોપીઓની વિનંતીથી રાખવામાં આવી હતી. દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલના વકીલ ઉલટ તપાસ માટે તૈયાર હતા પરંતુ હાર્દિક હાજર રહ્યો ન હતો તેથી સુનાવણી ટળી હતી. આ કેસમાં હવે વઘુ સુનાવણી 24મી જાન્યુઆરીએ હાથ ધરાશે.
First published: January 19, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading