રાજીવ ગાંધીની 75મી જન્મજયંતી પર પ્રિયંકા ગાંધીએ ભાવુક થઇને કર્યું ટ્વિટ

News18 Gujarati
Updated: August 20, 2019, 1:21 PM IST
રાજીવ ગાંધીની 75મી જન્મજયંતી પર પ્રિયંકા ગાંધીએ ભાવુક થઇને કર્યું ટ્વિટ
રાજીવ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી

  • Share this:
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ તેમના પિતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 75મી જન્મ જયંતી પર યાદ કર્યા. પ્રિયંકાએ તેમના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર એક ભાવુક ટ્વિટ કર્યું. જેમાં પ્રિયંકાએ તેના પિતા પાસેથી લીધેલી શીખ જણાવી. પ્રિયંકાએ લખ્યું કે મારા પિતાથી મેં શીખ્યું છે કે લોકોની વાતો કેવી રીતે સાંભળવી અને તેમના માટે મનમાં કેવી રીતે જગ્યા બનાવવી. તે વાતથી કોઇ ફરક નથી પડતો કે તે મારા વિરુદ્ધ શું બોલે છે? મેં શીખ્યું કે કેવી રીતે કઠણ રસ્તા હોવા છતાં ચાલતા રહેવું અને હસતા રહેવું.

પ્રિયંકા ગાંધીએ આ ટ્વિટ સાથે જ પોતાના પિતા સાથેની એક સરસ તસવીર પણ રજૂ કરી. જેમાં ઇઇ કમિંસની કવિતા પણ લખેલી હતી. જેમાં એક પિતાનું બાળકના જીવનમાં શું મહત્વ હોય છે તેને સુંદર રીતે વર્ણવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે 20 ઓગસ્ટ 1944માં આજના જ દિવસે રાજીવ ગાંધીનો જન્મ થયો હતો. અને તેમની જન્મ જયંતીના દિવસને સદ્દભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે સવારે જ તેમની 75મી જયંતી પર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સમેત સોનિયા ગાંધી અને રાહુલ તથા પ્રિયંકા ગાંધીએ તેમને શ્રદ્ઘાજંલિ અર્પી હતી. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
First published: August 20, 2019, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading