કારની છત પરથી બોલ્યા રાહુલ ગાંધી, અમારું લક્ષ્ય લોકસભા સાથે વિધાનસભા પણ

કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલ-માળાઓથી પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરી રહ્યા છે

News18 Gujarati
Updated: February 11, 2019, 5:59 PM IST
કારની છત પરથી બોલ્યા રાહુલ ગાંધી, અમારું લક્ષ્ય લોકસભા સાથે વિધાનસભા પણ
રાહુલે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં ફ્રન્ટ ફુટ પર લડીશું.
News18 Gujarati
Updated: February 11, 2019, 5:59 PM IST
પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પોતાનો પહેલો મેગા રોડ શો કર્યો. આ રોડ શોમાં સામેલ થયેલા કોંગ્રેસ અધ્યક્ષ અને પ્રિયંકા ગાંધીના ભાઈ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. રાહુલે કહ્યું કે અમે ઉત્તર પ્રદેશમાં ફ્રન્ટ ફુટ પર લડીશું. અમારું લક્ષ્ય લોકસભા ચૂંટણીની સાથે યૂપીની વિધાનસભા પણ છે. અમે આગામી ચૂંટણીમાં યૂપીમાં ગરીબો, ખેડૂતોની સરકાર લાવીશું. જનતાનો હૃદયથી આભાર.

પ્રિયંકા ગાંધીના રોડ શો દરમિયાન તેમના પતિ રોબર્ટ વાડ્રાએ તેમને શુભેચ્છાઓ પાઠવી. રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા આપતા લખ્યું, તું એક સાચી દોસ્ત, પરફેક્ટ વાઇફ અને મારા બાળક માટે બેસ્ટ માતા સાબિત થઈ છે. હાલમાં દુર્ભાગ્યપૂર્ણ રાજકીય માહોલ છે, મને ખબર છે કે તું તારી જવાબદારી યોગ્ય રીતે નિભાવીશ. અમે પ્રિયંકાને દેશને હવાલે કરીએ છીએ, ભારતની જનતા તેનું ધ્યાન રાખે.

પ્રિયંકાને જોઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો છે. પ્રિયંકાની હાથ હલાવીને લોકોનું અભિવાદન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ફૂલ-માળાઓથી પ્રિયંકાનું સ્વાગત કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, લખનઉ ખાતેનો રોડ શો આશરે નવ કલાક ચાલશે. રોડ શો એરપોર્ટથી લઈને કોંગ્રેસ પાર્ટી કાર્યાલય સુધી થશે. આ દરમિયાન ઠેક ઠેકાણે પ્રિયંકાનું સ્વાગત કરવામાં આવશે. પ્રિયંકા રોડ શો દરમિયાન દરેક ચોક પર બનેલી મહાપુરુષોની મૂર્તિઓને ફૂલહાર અર્પણ કરશે. અંતિમ પુષ્પાર્પણ રાજીવ ગાંધીની પ્રતિમા પર કરવામાં આવશે, જે કોંગ્રેસ કાર્યાલય બહાર ચોક પર લાગેલી છે.

 પ્રથમ દિવસે રોડ શો અને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી સાંજે દિલ્હી રવાના થઈ જશે. જ્યોતિરાદિત્ય સિંધિયા 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પરત ફરશે, સૌથી છેલ્લા પ્રિયંકા ગાંધી 14 ફેબ્રુઆરીના રોજ ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ બાદ દિલ્હી પરત ફરશે. તેનો ચાર દિવસનો પ્રવાસ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેનાથી તે વધારેમાં વધારે લોકો સાથે મુલાકાત કરી શકે.

રાજ બબ્બરે એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું.


પ્રિયંકાએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રણ લીધા છે, આ માટે જ તેણે યોગી સરકાર સામે હુમલા તેજ કરી દીધા છે. પ્રિયંકાએ યોગી સરકારને ઝેરી દારૂ મામલે કડક પગલાં લેવાની સલાહ આપી. આ દરમિયાન તેણે પોતાના પાર્ટીના કાર્યકરો માટે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે.

આ પણ વાંચો, રોડ શૉ પહેલા Twitter ઉપર પ્રિયંકાની ધમાકેદાર એન્ટ્રી : ગણતરીની મિનિટોમાં જ હજારો Followers

આ પણ વાંચો, પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે લખનઉ કોંગ્રેસ ઓફિસ શણગારાઇ, તસવીરો
First published: February 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...