'દિલ્હીની છોકરી તમને પડકાર ફેંકે છે,' મોદીની ચેલેન્જનો પ્રિયંકાએ આપ્યો જવાબ

News18 Gujarati
Updated: May 9, 2019, 9:38 AM IST
'દિલ્હીની છોકરી તમને પડકાર ફેંકે છે,' મોદીની ચેલેન્જનો પ્રિયંકાએ આપ્યો જવાબ
પ્રિયંકા ગાંધી

બંને નેતાઓ વચ્ચે ત્યારથી વાણીયુદ્ધ શરૂ થયું હતું જ્યારે પીએમ મોદીએ એક રેલીમાં જણાવ્યું હતું કે, 'રાજીવ ગાંધીની જિંદગી 'ભ્રષ્ટાચારી નંબર-1'ના લેબલ સાથે પૂરી થઈ હતી.'

  • Share this:
નવી દિલ્હી : પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદી તરફથી આપવામાં આવેલી ચેલેન્જનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે ચૂંટણીના બાકીના તબક્કામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની છબીના નામે ચૂંટણી મેદાનમાં ઉતરો. નવી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર કરતા પ્રિયંકાએ પીએમ મોદીની ચેલેન્જને જવાબ આપ્યો હતો.

દિલ્હીમાં પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, "દિલ્હીની છોકરી તમને જાહેરમાં પડકાર ફેંકે છે. આગામી બે તબક્કામાં નોટબંધી, જીએસટી, મહિલાઓની સુરક્ષા અને યુવાઓને આપેલા અધૂરા વચનોને લઈને ચૂંટણી મેદાનમાં ઉતરો."

ધોરણ-12 સાયન્સનું  પરિણામ અહીં જાણો :


બંને નેતાઓ વચ્ચે ત્યારથી વાણીયુદ્ધ શરૂ થયું હતું જ્યારે પીએમ મોદીએ એક રેલીમાં જણાવ્યું હતું કે, 'રાજીવ ગાંધીની જિંદગી 'ભ્રષ્ટાચારી નંબર-1'ના લેબલ સાથે પૂરી થઈ હતી.' પ્રિયંકા તેમજ રાહુલ ગાંધીના પિતા તેમજ દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું વર્ષ 1991માં એક આત્મઘાતિ હુમલામાં મોત થયું હતું. પીએમ મોદી તરફથી કરવામાં આવેલી આ કોમેન્ટનો અનેક વિપક્ષી પાર્ટીઓએ વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો : PM મોદીનું રાજીવ ગાંધી પર નિશાન : 'ગાંધી પરિવાર માટે ખાનગી ટેક્સી હતું INS વિરાટ'બુધવારે પ્રિયંકા ગાંધીએ તેમના પરદાદા અને દેશના પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાબતે પીએમ મોદી તેમજ બીજેપીના નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીનો પણ જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ કહ્યું કે, "તેમની હાલત એવા બાળકો જેવી છે જે હોમવર્ક કર્યા વગર સ્કૂલે આવે છે. જ્યારે શિક્ષકો તેમને પૂછે છે ત્યારે તેઓ કહે છે કે 'શું કરું, નેહરુજીએ મારી ચીઠ્ઠી લઈ લીધી છે, ક્યાંક છૂપાવી દીધી છે. ઇન્દિરા ગાંધીએ મારા હોમવર્કનું પેપર પ્લેન બનાવીને ઉડાવી દીધું છે."
First published: May 9, 2019, 8:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading