કાશીવિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા બદલ પ્રિયંકા ગાંધી સામેની અરજી કોર્ટે ફગાવી, કહ્યું- 'બાબા બધાના છે'

ફાઇલ તસવીર

અરજીમાં ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે, પ્રિયંકા ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ રાખે છે. તેમ છતાં તેમણે કાશી વિશ્વનાથ મંદીરમાં પૂજા-અર્ચના કરી હતી.

 • Share this:
  ઉપેન્દ્રકુમાર દ્વિવેદી , વારાણસી : કાશીના બાબા વિશ્વનાથના (Kashi Vishwanath Temple) દરબારમાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gnadhi) દ્વારા દર્શન પૂજન કરવાથી વાંધો દર્શાવતી કોર્ટમાં કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશના પ્રવાસ દરમિયાન પ્રિયંકા 20મી માર્ચે વારાણસીની મુલાકાતે ગયા હતા.

  જ્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદીરમાં પૂજા કરી હતી. વકીલ કમલેશચંદ્ર ત્રિપાઠીએ આ મામલે 27મી માર્ચ 2019ના રોજ સીજીએમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં ત્રિપાઠીએ દાવો કર્યો હતો કે, પ્રિયંકા ખ્રિસ્તી ધર્મમાં વિશ્વાસ રાખે છે. તેમ છતાં તેમણે કાશી વિશ્વનાથ મંદીરમાં પૂજા-અર્ચના કરી હતી.

  સાઉથ એક્ટ્રેસ VJ Chitraનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો, ગળા પર હતા લોહીના નિશાન

  વારાણસીના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ એસ.પી યાદવે અરજીને એવું કહીને ફગાવી દીધી કે, મહંત અને જિલ્લા પ્રશાસને પોતાનો અભિપ્રાય જણાવતા કહ્યું છે કે, બાબા વિશ્વનાથની કોઇ જાતિ કે ધર્મ નથી. બાબા વિશ્વનાથ બધાના છે અને બધા બાબા વિશ્વનાથના છે.

  સિયાચિનમાં જવાન શહીદ, ગર્ભવતી પત્નીએ વીડિયો કૉલ કરીને કર્યા અંતિમ દર્શન

  કોર્ટે એ પણ કહ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હિંદુ ભાવનાથી ઓતપ્રોત થઇને શ્રદ્ધા સાથે બાબાના દરબારમાં ગઇ હતી. મંદિરમાં તમામ જાતિ અને ધર્મના લોકોને દર્શન કરવા દેવામાં આવે છે. તે સમયે મંદિરના મહંત અને કર્મચારીઓ પણ ત્યાં જ હાજર હતા. આવી પરિસ્થિતિમાં કોઇની પણ ભાવનાને ઠેસ પહોંચાડી છે તે પ્રમાણિત નથી થતુ.  પ્રિયંકા બાબાના દર્શન કરવા જવાના હતા એ પહેલા જ સંતોએ મુખ્યમંત્રી અને વહિવટીતંત્રને વિરોધમાં એક પત્ર લખ્યો હતો. જેમા જણાવ્યું હતુ કે, મંદિરમાં સનાતનધર્મી જ પ્રવેશી શકે છે. પ્રિયંકા ગાંધી રોબર્ટ વાડ્રા સાથે લગ્ન કર્યા બાદ ખ્રિસ્તી બની ગયા છે. તેમને મંદિરમાં પ્રવેશ આપી શકાય નહી.
  Published by:Kaushal Pancholi
  First published: