ન્યૂઝ18 ગુજરાતી : રાજકીય ઇનિંગ શરુ કર્યા બાદ સોમવારે પ્રિયંકા ગાંધીએ લખનૌમાં પ્રિયંકા ગાંધી તેનો પહેલો રોડ શો કરી રહ્યા છે. આ પૂર્વે તેને સત્તાવાર રીતે તેનું ટ્વીટર એકાઉન્ટ શરુ કર્યું અને ટ્વીટર ઉપર પ્રવેશની સાથે જ તેને ગણતરીની મિનિટોમાં જ હજારો ફોલોઅર્સ મળી ચુક્યા છે.
પ્રિયંકા ગાંધી લખનૌમાં નવ કલાકનો રોડ શો કરીને લોકસંપર્ક કરશે. આ દરમિયાન તેમની સાથે તેમના ભાઈ રાહુલ ગાંધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રહેશે. આ લખાય છે ત્યારે રોડ શોનો પ્રારંભ થઇ ચુક્યો છે અને તેનો પ્રારંભ એરપોર્ટ થી શરુ કરીને કોંગ્રેસ મુખ્યાલય સુધીનો રહેશે.
આ પૂર્વે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "લખનૌ આવી રહયો છું અને મારી સાથે પ્રિયંકા ગાંધી વાદ્રા અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. બપોરે લગભગ 12થી લખનૌના હવાઈમથકથી કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલય સુધી આ રોડ શોનું આયોજન કરાયું છે. આપ સૌને મળવા માટે ઉત્સુક છું."
પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી જતીન પ્રસાદ અને આરપીએન સિંહ સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવી ચુક્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર