લખનઉમાં આજે પ્રિયંકા ગાંધીનો મેગા રોડ શો, રાહુલ-જ્યોતિરાદિત્ય પણ હશે સાથે

પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી (ફાઇલ તસવીર)

નવ કલાકના આ રોડ શો દરમિયાન પ્રિયંકા સાથે તેના ભાઈ રાહુલ ગાંધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : રાજકારણમાં પ્રવેશ બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા આજે લખનઉમાં પોતાનો પ્રથમ મેગા રોડ શો કરશે. નવ કલાકના આ રોડ શો દરમિયાન પ્રિયંકા સાથે તેના ભાઈ રાહુલ ગાંધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હશે. એવા સમાચાર મળ્યા છે કે પ્રિયંકા આ દરમિયાન પાર્ટીનો ઓફિસમાં નહીં પરંતુ વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં રોકાશે. તે દરરોજ વીવીઆઈપી ગેસ્ટ હાઉસથી પાર્ટીના કાર્યાલય ખાતે જશે અને નવા અને જૂના કાર્યકરો સાથે મુલાકાત કરશે.

  કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લખનઉ ખાતેનો રોડ શો આશરે નવ કલાક ચાલશે. રોડ શો એરપોર્ટથી લઈને કોંગ્રેસ પાર્ટી કાર્યાલય સુધી થશે. આ દરમિયાન ઠેક ઠેકાણે પ્રિયંકાનું સ્વાગત કરવામાં આવશે. પ્રિયંકા રોડ શો દરમિયાન દરેક ચોક પર બનેલી મહાપુરુષોની મૂર્તિઓને ફૂલહાર અર્પણ કરશે. અંતિમ પુષ્પાર્પણ રાજીવ ગાંધીની પ્રતિમા પર કરવામાં આવશે, જે કોંગ્રેસ કાર્યાલય બહાર ચોક પર લાગેલી છે.

  આ પણ વાંચો : દિલ્હીમાં જીન્સ અને જનતા વચ્ચે આવતા જ સાડી પહેરે છે પ્રિયંકા ગાંધીઃ BJP સાંસદ

  પ્રથમ દિવસે રોડ શો અને સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધી સાંજે દિલ્હી રવાના થઈ જશે. જ્યોતિરાદિત્ય સિંધિયા 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી પરત ફરશે, સૌથી છેલ્લા પ્રિયંકા ગાંધી 14 ફેબ્રુઆરીના રોજ ચાર દિવસના ઉત્તર પ્રદેશ પ્રવાસ બાદ દિલ્હી પરત ફરશે. તેનો ચાર દિવસનો પ્રવાસ એવી રીતે નક્કી કરવામાં આવ્યો છે જેનાથી તે વધારેમાં વધારે લોકો સાથે મુલાકાત કરી શકે.

  પ્રિયંકાએ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફૂંકવાના પ્રણ લીધા છે, આ માટે જ તેણે યોગી સરકાર સામે હુમલા તેજ કરી દીધા છે. પ્રિયંકાએ યોગી સરકારને ઝેરી દારૂ મામલે કડક પગલાં લેવાની સલાહ આપી. આ દરમિયાન તેણે પોતાના પાર્ટીના કાર્યકરો માટે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો છે.

  આ પણ વાંચો :  OPINION: ઈન્દિરાની છબિ અને પ્રિન્સેસ ડાયનાની છાપવાળી પ્રિયંકાથી ભાજપ કેમ ગભરાયેલું દેખાય છે?

  આ ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે, "હું પ્રિયંકા ગાંધી વાડ્રા, સોમવારે તમને બધાને મળવા આવી રહી છું. આશા છે કે આપણે બધા સાથે મળીને એક નવી રાજનીતિ શરૂ કરીશું. એક એવી રાજનીતિ જેમાં તમે બધા ભાગીદાર હશો. મારા યુવા મિત્રો, મારી બહેનો અને કમજોર લોકો, તમામનો અવાજ સંભળાશે. મારી સાથે આવો, એક નવી રાજનીતિનું નિર્માણ કરીએ."
  Published by:Vinod Zankhaliya
  First published: