'તમારા જેવી હિંમત કોઈમાં નથી,' રાહુલના રાજીનામા પર પ્રિયંકાની પ્રતિક્રિયા

News18 Gujarati
Updated: July 4, 2019, 11:26 AM IST
'તમારા જેવી હિંમત કોઈમાં નથી,' રાહુલના રાજીનામા પર પ્રિયંકાની પ્રતિક્રિયા
પ્રિયંકા અને રાહુલ (ફાઇલ તસવીર)

આ પહેલા રાહુલ ગાંધીએ ચાર પાનાનો રાજીનામાનો પત્ર જાહેર કર્યો હતો. જે બાદમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધ શરૂ કરવી પડી હતી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : રાહુલ ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. પ્રિયંકાએ ગુરુવારે રાહુલ ગાંધીના રાજીનામાના પત્રને રિ-ટ્વિટ કર્યો હતો. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, "આ પ્રકારનો નિર્ણયો લેવાનું સાહસ બહુ ઓછા લોકોમાં હોય છે. તમારા નિર્ણયનું હું હૃદયપૂર્વક સન્માન કરું છું." નોંધનીય છે કે પ્રમુખ પદ માટે પ્રિયંકા ગાંધીનું નામ આગળ ધરવાનો પણ રાહુલે ઇન્કાર કર્યો છે.

આ પહેલા રાહુલ ગાંધીએ ચાર પાનાનો રાજીનામાનો પત્ર જાહેર કર્યો હતો. જે બાદમાં કોંગ્રેસે નવા પ્રમુખની શોધ શરૂ કરવી પડી હતી. હાલ વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરાને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ 23મી મેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ રાજીનામાની ઓફર કરી હતી. પાર્ટી તેમને સતત રાજીનામું પરત ખેંચવાની વિનંતી કરી રહી હતી, પરંતુ બુધવારે તેમણે પોતાના રાજીનામાનો પત્ર ટ્વિટર પર મૂકી દીધો હતો.


Loading...

રાહુલે ચાર પાનાનો પત્ર લખી આપ્યું રાજીનામું

રાહુલ ગાંધીએ ચાર પાનાના રાજીનામામાં લખ્યું છે કે, "મારા માટે કોંગ્રેસની સેવા કરવી સન્માનની વાત છે, જેમના મૂલ્યો અને આદર્શોએ આપણા સુંદર દેશની જીવનદાયિની રૂપે સેવા કરી છે. હું દેશ અને સંગઠન તરફથી મળેલા પ્રેમ અને સન્માન માટે આભારી છું."

રાહુલ ગાંધીએ વધુમાં લખ્યું કે, "કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષના રૂપમાં 2019ની ચૂંટણીમાં હાર માટે હું જવાબદાર છું. આપણી પાર્ટીના ભવિષ્ય માટે જવાબદારી સ્વીકારવી કરવું જરૂરી છે. આ જ કારણે મેં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. "

રાહુલ ગાંધીના જણાવ્યા પ્રમાણે 'પાર્ટીને પુર્નસંગઠિત કરવા માટે આકરા નિર્ણયો લેવા જરૂરી છે, અનેક લોકોએ 2019ની ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારવી પડશે. પાર્ટી અધ્યક્ષ તરીકે જવાબદારીમાંથી છટકી જવું અને બીજાના દોષી ગણાવવા અન્યાય હશે.'

કોંગ્રેસને મળી 52 બેઠક

નોંધનીય છે કે 2019ના ચૂંટણી સંગ્રામમાં કુલ 543 બેઠકમાંથી કોંગ્રેસને 52 બેઠક મળી છે. ચૂંટણીમાં રાહુલ ગાંધી પોતાના પરંપરાગત અમેઠી બેઠકમાંથી પણ ચૂંટણી હારી ગયા હતા. જે બાદમાં રાહુલ ગાંધીએ રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...