આ રૂમમાં થયો હતો ઇન્દિરા ગાંધીનો જન્મ, પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી તસવીર

પ્રિયંકા ગાંધીએ પોસ્ટ કરેલી તસવીર

પ્રિયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઇન્દિરા ગાંધીનો જે ઘરમાં જન્મ થયો હતો તેનો ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યો હતો.

 • Share this:
  પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી ત્રણ દિવસની બોટ યાત્રા શરૂ કરનારા પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા રવિવારે અહીં આવી પહોંચ્યા હતા. તેઓ રવિવારે પોતાના પૈતૃક ઘરમાં રહ્યા હતા. આ ઘરમાં પ્રિયંકા ગાંધીના દાદી તેમજ દેશના પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. પ્રિયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઇન્દિરા ગાંધીનો જે ઘરમાં જન્મ થયો હતો તેનો ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યો હતો.

  પ્રિયંકા ગાંધીએ હિન્દીમાં ટ્વિટ કરતા લખ્યું કે, "સ્વરાજ ભવનના આંગણામાં બેસીને હું એ રૂમને જોઈ રહી છું જ્યાં મારા દાદીનો જન્મ થયો હતો. રાત્રે મને સુવડાવતી વખતે દાદી મને જોન ઓફ આર્કની વાર્તા સંભળાવતા હતા. આજે પણ મારા કાનમાં તેમના શબ્દો ગુંજી રહ્યા છે. મારી દાદી કહેતી - નિડર બનો, બધુ સારું થશે."

  ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજના સ્વરાજ ભવન ખાતે 19મી નવેમ્બર, 1936ના રોજ પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો. તેમણે પોતાનું બાળપણ અહીં વિતાવ્યું હતું.

  પ્રિયંકા ગાંધીએ કરેલા ટ્વિટમાં ઘરમાં લગાવવામાં આવેલી એક તસવીરમાં મહાત્મા ગાંધી સાથે યુવા ઇન્દિરા પ્રિયદર્શીની (જવાહરલાલ નેહરુએ આપેલું નામ) નજરે પડી રહ્યા છે.

  આ પણ વાંચો : મિશન યૂપી : 'વોટ' માટે 'બોટ'ના માધ્યમથી મા ગંગાના શરણે પ્રિયંકા ગાંધી

  પ્રિયંકા ગાંધીને આગામી લોકસભાની ચૂંટણી માટે પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે. હાલ તેઓ ચાર દિવસની ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. આ યાત્રા દરમિયાન પ્રિયંકા 140 કિલોમીટરની "ગંગા યાત્રા" કરશે. આ માટે તેઓ સ્ટિમર બોટનો ઉપયોગ કરશે. બોટમાં મુસાફરી કરીને પ્રિયંકા ગાંધી પ્રયાગરાજથી વારાણસી ખાતેના અસ્સી ઘાટ પહોંચશે.

  પોતાની યાત્રા દરમિયાન પ્રિયંકા ગાંધી ગંગાને કિનારે રહેતા લોકો સાથે વાર્તાલાપ કરશે. ગંગા કિનારે રહેતા મોટા ભાગના લોકો પછાત જ્ઞાતિમાંથી આવે છે. આથી આ લોકોને પોતાના તરફ વાળીને કોંગ્રેસ પાર્ટી ચૂંટણીમાં વધારે ફાયદો મેળવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: