Home /News /national-international /પ્રિયંકા ગાંધીએ કહ્યું, હું ચૂંટણી નહીં લડું, સંગઠનને મજબૂત કરીશ

પ્રિયંકા ગાંધીએ કહ્યું, હું ચૂંટણી નહીં લડું, સંગઠનને મજબૂત કરીશ

કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકસભા ચૂંટણીમાં તેમનો વડાપ્રધાન મોદી સાથે મુકાબલો નહીં થાય પરંતુ રાહુલ ગાંધી પીએમને ટક્કર આપશે

  કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધીએ ચૂંટણી મેદાનમાં સમગ્ર તાકાત લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યાલય નહેરુ ભવનમાં તેઓએ કાર્યકર્તાઓ સાથે 16 કલાકની મેરથોન બેઠક કરી. આ બેઠક આખી રાત ચાલી અને બુધવાર સવારે 5.30 વાગ્યે પૂરી થઈ. બેઠક બાદ મીડિયા સાથે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ ચૂંટણી નહીં લડે પરંતુ યૂપીમાં કોંગ્રેસ સંગઠન મજબૂત કરશે.

  પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેમનો વડાપ્રધાન મોદી સાથે મુકાબલો નહીં થાય પરંતુ રાહુલ ગાંધી પીએમને ટક્કર આપશે. પ્રિયંકા ગાંધીએ મંગળવારની રાત્રે અલગ-અલગ લોકસભા વિસ્તારોમાંથી આવેલા પાર્ટી કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી. બેઠક બાદ જ્યારે પ્રિયંકા સાથે પૂછવામાં આવ્યું કે શું તેમનો મુકાબલો પીએમ મોદી સાથે થશે? તેના જવાબમાં તેઓએ કહ્યું કે, હું ચૂંટણી નહીં લડું, મારાથી નહીં, રાહુલજીથી તેમનો મુકાબલો થશે. રાહુલ લડી રહ્યા છે.

  બીજી તરફ, લોકસભા બેઠક મુજબ પદાધિકારીઓ અને ટિકિટના દાવેદારો સાથે વાતચીત દરમિયાન ફૂલપુરના પદાધિકારી અને કાર્યકર્તાઓએ પ્રિયંકા ગાંધીને દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુની કર્મભૂમિ રહેલી ફૂલપુર લોકસભા સીટથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો. પરંતુ પ્રિયંકાને સ્પષ્ટ કહી દીધું કે તેઓ ચૂંટણી નહીં લડે. તેમનું સમગ્ર ધ્યાન સંગઠનની મજબૂતી પર રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: 2019 lok sabha elections, Priyanka gandhi, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन