ઉન્નાવ રેપ પીડિતા અકસ્માતઃ પ્રિયંકાએ યુપીના નેતાઓને આપ્યો આદેશ

દુર્ઘટનાના તુરંત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના નેતાઓને પ્રતિનિધિમંડળને હોસ્પિટલની મુલાકાત લેવાનું કહ્યું.

દુર્ઘટનાના તુરંત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના નેતાઓને પ્રતિનિધિમંડળને હોસ્પિટલની મુલાકાત લેવાનું કહ્યું.

 • Share this:
  ઉન્નાવ રેપ કેપ ફરી એક વખત ચર્ચામાં છે, રેપ પીડિતા માર્ગ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થઇ ગઇ, તથા દુર્ઘટનામાં પીડિતાની કાકી અને તેના અન્ય એક સંબંધીનું મૃત્યુ થઇ ગયું. તો વકીલની હાલ ગંભીર છે. ઘટનાને લઇને રાજકારણ ગરમાયું છે, કારણ કે પીડિતાએ ભાજપના ધારાસભ્ય પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો, હવે સમગ્ર મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે.

  દુર્ઘટનાના તુરંત બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મધ્યપ્રદેશના નેતાઓને પ્રતિનિધિમંડળને હોસ્પિટલની મુલાકાત લેવાનું કહ્યું છે. જેમાં પ્રતાપગઢના કોંગ્રેસ ધારાસભ્ય આરાધના મિશ્રા, રાયબરેલી સદર વિધાયક અદિતિ સિંહ, પૂર્વ ધારાસભ્ય અને મહિલા કોંગ્રેસના નેતા સામેલ છે.

  અહીં ક્લિક કરી વાંચોઃ J&Kમાં વિધાનસભા ચૂંટણીની આશંકા, આવું છે મોદી સરકારનું પ્લાનિંગ

  આરાધના મિશ્રાએ ન્યૂઝ 18 સાથે ફોન પર વાત કરતાં કહ્યું કે જ્યારે આજે અમે તમામ નેતા ટ્રોમા સેન્ટર પહોંચ્યા તો પીડિતાનો ઇલાજ કરી રહેલા ડોક્ટરની ટીમે જણાવ્યું કે તેને આજે વેન્ટિલેટર પર રાખવામાં આવી છે જેથી તેને મળવાની મંજુરી નહીં મળે. પરંતુ તે સ્ટેબલ છે. જો કે તેમના વકીલની હાલત નાજુક છે.

  ડોક્ટરોએ એમ પણ આશ્વાસન આપ્યું કે પીડિતાને બેસ્ટ ટ્રીટમેન્ટ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આરાધના મિશ્રાએ જણાવ્યું કે દુર્ઘટનામાં અનેક શંકા જન્મે છે. આ શંકાનો રિપોર્ટ તે પ્રિયંકા ગાંધીને મોકલવામાં આવનારા રિપોર્ટમાં કરશે.
  Published by:Sanjay Vaghela
  First published: